________________
સેંસઠમું ] પં. કવિજયજી ગણી
[ ૩૭૫ વિજય કાળધર્મ પામ્યા. શ્રીસંઘ બહુમાન સાથે તેમની મરણેત્તર ક્રિયા કરી.
સં૧૭૭૫ના શ્રાવ વવ ૧૪ ને સેમવારે તેઓ સ્વર્ગસ્થ થયા. તેમને ૧ વૃદ્ધિવિજય અને ૨ ક્ષમાવિજય નામે બે ઉત્તમ શિષ્ય હતા. તેઓ સારી પ્રસિદ્ધ પામ્યા.
૧ ૫૦ વૃદ્ધિવિજય ગણી ગુજરાતના વડનગર પાસે આવેલા ડાભલા ગામમાં શેઠ આનંદસાગર રહેતા હતા. તેમની પત્નીનું નામ ઉત્તમદે હતું. તેમને બઘા નામે પુત્ર હતો. માતા ઉત્તમદે અને બે વીસનગરમાં આવીને વસ્યા.
પં. સત્યવિજ્યગણિએ બાઘાને ઉપદેશ આપી, વૈરાગ્ય પમાડી સં. ૧૭૩૫માં ચાણમા ગામમાં દીક્ષા આપી. પં. કપૂરવિજ્યના શિષ્ય બનાવી તેમનું નામ મુનિ વૃદ્ધિવિજય રાખ્યું.
ભટ્ટા. વિજયપ્રભસૂરિએ તેમની યોગ્યતા જોઈ પંન્યાસ પદવી આપી. તેમણે સં. ૧૭૬માં પાટણમાં ચાતુર્માસ કર્યું. તેઓ સં. ૧૭૭૦ ના કા૦ વદિ અમાવાસ્યાના રોજ પાટણમાં કાળધર્મ પામ્યા. પં. જિનવિજ્યગણીએ તેમની જીવનનેધ લખી રાખી હતી.
ગ્રંથરચના – પં. વૃદ્ધિવિજયગણીએ સં. ૧૭૨૩ના આ૦ સુ ૧૫ ને ગુરુવારે સુરતમાં મહ. યશવિજયગણુની કૃપાથી “ઉપદેશમાલાને બાલાવબેધ” અને “રતવનચોવીશી” બનાવ્યાં. તે ચોવીશીની ૬ નકલ – પ્રતિ-સુરતમાં શ્રાવિકા ફૂલબાઈને ભણવા માટે લખી. તેમણે “જીવવિચાર રતવન” રચ્યું છે. તેમને પં, રંગવિજય નામે શિષ્ય હતા.
૨. પં. ક્ષમાવિજ્યગણ – (જુએ પ્રકટ ૬૪ મું)
૩. પં. મણિવિજયગણ તેમણે “૧૫૮ કર્મપ્રકૃતિની સક્ઝાય” કડીઃ ૨૨ રચી છે. તે ભવ્ય વિજયપ્રભસૂરિના ઉપાટ ઉદયવિજયગણની આજ્ઞામાં હતા. તેમના શિષ્ય મુનિ ભાગ્યવિજયે સં૦ ૧૭૬૬ના ચોમાસામાં પાટણમાં “નવતત્ત્વરતવન” કડી ઃ ૧૬૭ બનાવ્યું.
વિશેષ ઘટનાઓ – આ સમયે સંઘે તપાગચ્છના ભટ્ટાવિજય પ્રભસૂરીના ઉપદેશથી સં. ૧૭૬૦માં શંખેશ્વરતીર્થને જીર્ણોદ્ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org