________________
છાસઠમું ] પં. ઉત્તમવિજય ગણું
[ ૩૯૩ તેપના ગળે ઉડાવી દેવાને હુકમ કર્યો હતે. દીવાને આપત્તિના દિવસે ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમા પાસે આવી; દર્શન-પૂજન કરી બે હાથ જોડી પ્રતિજ્ઞા કરી કે, “જે હું આ આફતમાંથી ઊગરી જાઉં તો આપને (ભ૦ મહાસ્વામીને) વિશિખરી જિનપ્રાસાદ બનાવી તેમાં આપને (પ્રભુને પધરાવીશ. દીવાન ભરતપુર ગયે.
રાજાએ તેને તેપને માંએ ઊભે રખાવ્યો જામગરી સળગાવી, પણ તે ઠરી જવા લાગી અને ગોળ પણ છૂટતો નહોતો. આ પ્રમાણે ત્રણવાર બન્યું. રાજાએ દીવાનને આનું કારણ પૂછ્યું.
( – પ્રક. ૫૩, પૃ. ૬૧૫) દીવાને કહ્યું : “મેં ચંદન ગામના ભ૦ મહાવીરસ્વામીને અરજ કરી છે કે, હું બચી જઈશ તે તમારો ત્રિશિખરી પ્રાસાદ બનાવીશ. એ પ્રભુની કૃપાથી આ ગોળ છૂટતા નથી.”
રાજાએ દીવાનને તેની ભૂલની માફી આપી. દીવાને ત્યાં મોટે જિનપ્રાસાદ બંધાવ્યા અને તેની સં. ૧૮૬૨ના મહા વદિ ૭ ને ગુરૂવારે ડિગના રાજા કેશરીસિંહના રાજ્યમાં વિજય રછના ભટ્ટારક મહાનંદસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, કેસરિયાજી, કુલ્પાકજી, ભોયણીની જેમ આ મહાવીરજી ચમત્કારી વેતાંબર જૈન તીર્થ છે અને ઉક્ત તીર્થોની જેમ જૈન, અજૈન, મીણા, ગૂર્જર વગેરે સૌ માને છે. તેનાં દર્શન કરી ભેટ ચડાવે છે,
આ લેવાયકા તીર્થની કમિટીએ પ્રકાશિત કરી છે ને રિપોર્ટમાં દર સાલ તે પ્રકાશિત થાય છે.
(– કલ્યાણ, વ. ૩૧, તીથક : ૧ લો) આ પ્રતિમાનાં ચક્ષુ શ્વેતાંબર પ્રતિમાની જેમ ખુલ્લાં છે, કેડે લંગોટ છે, વાંસાની કરોડમાં ખાડો છે. તે કમરના લંગોટ સુધી છે. લંગોટના સ્થાને આડી પટ્ટી છે. નીચેના સ્થાનમાં દિગંબર જૈન પ્રતિમાની જેમ જુદા બે ભાગ નથી. - આ પ્રતિમા જ્યાંથી નીકળી છે ત્યાં દીવાને ચરણપાદુકા પધરાવી. તેની ઉપર છત્રી બનાવી છે. આ પ્રતિમા ઉપર જે ચડાવે ચડે તે તે ચમાર (મચી)ના વંશજો લે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org