________________
૪૦૦] જેન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ તેઓ રાધનપુરથી સંઘ લઈ ગિરનાર ગયા. પછી નવાનગરની યાત્રા કરી. શત્રુંજય ગયા ને ભાવથી પ્રભુને ભેટયા. ત્યાંથી ભાવનગરમાં શેઠ કુંવરજી લાધાના આગ્રહથી ચાતુર્માસ કર્યું. અહીં તેમના ગુરુએ તેમને બૃહત્ક૯પસૂત્રની ટીકાની વાચના આપી. પછી સ. ૧૮૧૩ અને ૧૮૧૪માં સુરતમાં ચાતુર્માસ નિર્ગમન કર્યું. સુરતના શેઠ તારાચંદ સંઘવીએ ઉપધાન વહેવરાવ્યાં. ત્યાં બરહાનપુરને સંઘ વિનંતિ કરવા આવ્યા, તેથી ૫૦ ઉત્તમવિજયજીએ પં. પદ્યવિજયજીને ચાતુર્માસ કરવા મોકલ્યા. બરહાનપુરમાં સ્થાનકવાસી સાધુઓ સાથે વાદ કરી જય મેળવ્યો.
સં. ૧૮૧૫ અને સં. ૧૮૧૬માં બરહાનપુરમાં ચાતુર્માસ ગાળ્યો, ત્યાંથી વિહાર કરી તેઓ ખંભાત આવ્યા. સંઘના આગ્રહથી ત્યાં ચોમાસુ રહ્યા. ત્યાં આચારાંગસૂત્રની દેશના આપી, ત્યાંથી શત્રુંજયમાં સ્થિત ગુરુ પાસે આવ્યા. તીર્થયાત્રા કરી. પાલિતાણામાં શેઠ રૂપચંદ ભીમે સુંદર જિનપ્રાસાદ કરાવ્યો હતો તેમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી.
ઘોઘાના સંઘે આવી પ્રભુ ચંદ્રપ્રભના દેરાસરની પ્રતિષ્ઠા કરાવવા વિનંતિ કરી. પં. પદ્મવિજ્યજીને ત્યાં મોકલવામાં આવ્યા. અહીંના નવખંડા પાર્શ્વનાથનાં દર્શન કર્યા અને ચંદ્રપ્રભસ્વામીની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી તેઓ પાટણ આવ્યા ને ચાતુર્માસ કર્યું. ત્યાંથી સિદ્ધપુર, પાલનપુર વગેરે ગામ-નગરોમાં થઈને આબુની યાત્રાએ સંઘ સાથે આવ્યા. ત્યાંથી રાધનપુર આવી બે ચાતુર્માસ નિર્ગમન કર્યા. પછી સિદ્ધપુરમાં સં. ૧૮૨૧માં ચાતુર્માસ કર્યું. ત્યાંથી અમદાવાદ થઈ તેઓ સુરત આવ્યા. ત્યાં શેઠ તારાચંદને ૨૫ જિનબિંબની સિદ્ધાચલમાં પ્રતિષ્ઠા કરાવવાની ભાવના થઈ તેથી તેઓ શત્રુંજય આવ્યા. પછી તો તેમણે સમેતશિખરની યાત્રા કરી. ત્યાં ઓશવાલ સગાચંદે (મક્ષુદાબાદવાસીએ) જિનાલય કરાવ્યું તેની પ્રતિષ્ઠા કરી. ત્યાંથી તેઓ નવસારી આવ્યા. ત્યાં ચોમાસુ કરી તેઓ અમદાવાદ આવ્યા. સં. ૧૮૨૭ના મહા સુદિ ૮ ને રવિવારના રોજ પં. ઉત્તમવિજયજી ગુરુ કાળધર્મ પામ્યા.
સં. ૧૮૩૦માં તેમણે સાણંદમાં ચોમાસુ કર્યું. પછી અમદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibracy.org