________________
૩૯૮]
જૈન પરંપરાને ઈતિહાસ તેણે તપસ્યાથી શરીરને સૂકવી નાખ્યું અને દરેક જાતનાં ઘણું ધર્મકાર્યો બરાબર નિરંતર ચાલુ રહ્યાં.
પંપદ્મવિજયજી ગણીએ સં. ૧૮૩૯માં લીંબડીમાં ચોમાસું કર્યું ત્યારે સેનબાઈએ પાંત્રીશ ઉપવાસ, મૂલીબાઈ તથા અમૃતબાઈએ માસક્ષમણ અને પૂંજીબાઈએ ૧૩ ઉપવાસ કર્યો. તે વખતે લી બડીમાં ૭૫ માસક્ષમણ થયાં હતાં.
પુજીબાઈ સં. ૧૮૩૯ત્ના શ્રાવ. ૧૧ના રોજ તેરમા ઉપવાસે મરણ પામી. શેઠ કસલચંદે પૂજીબાઈના મરણ બાદ ઉત્સવ-મહોત્સવ, સંઘભેજન, સંવત્સરીદાન, ધુમાડાબંધ ગામજમણ વગેરે કર્યા.
શેઠ કસલચંદ સં. ૧૮૨૧ના શ્રા. વ. ૮ને સોમવારે “સુયગડાંગસુત્તનિજજુત્તિ'ની પ્રતિ લખાવી. તેમ જ પં, પદ્મવિજ્યજી ગણુને વિનંતી કરી તેમની પાસે “સમરાદિત્ય રાસ”ની રચના કરાવી. શેઠ કસલચંદ કર્મગ્રંથોના મેટા અભ્યાસી હતા. તેમના વંશમાં ઘણે પરિવાર વિદ્યમાન છે.
(- લીંબડી જેને જ્ઞાનભંડાર હ૦ વિ. સુચિપત્ર પૃ૦ ૧૫ થી ૧૯; પ્રાગ્વાટ ઈતિહાસ, ખંડ ૩, ૫૦ ૫૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org