________________
અંડસઠમું ] પં૦ રૂપવિજય ગણું
[ ૪૧૯ પુત્રી રુકિમણી જે થોડા કાળમાં આંધળી બની હતી. બીજી નગરશેઠ હેમાભાઈની બીજી પુત્રી પ્રસન્નકુમારી જે લગ્ન પછી થોડા જ સમયમાં મરણ પામી હતી અને ત્રીજી ઘોઘાના શેઠની પુત્રી હરકોર બાઈ, જે બુદ્ધિશાળી, ચતુર અને કાર્યદક્ષ હતી. પણ શેઠને કંઈ સંતાન થયું નહીં. આથી શેઠાણું રુકિમણ અને શેઠાણી હરકોરબાઈ એ ૧. શ્રી જેસિંગભાઈ અને ૨. શ્રી. ઉમાભાઈને પિત પિતાના ખેાળે લીધા હતા.
શેઠ હઠીભાઈએ વિ. સં. ૧૯૦૧ના મહા કે વૈશાખ મહિનામાં અમદાવાદમાં પેતાની વાડીમાં જે ઘર દેરાસર હતું તેના બદલે ત્યાં મોટો જિન પ્રાસાદ બનાવવા માટે પાયે નાખ્યો અને કામ શરૂ કરાવ્યું. તેમણે ત્રિશિખરી મેટે ૭૨ દેરીઓવાળા મોટો જિનપ્રાસાદ તૈયાર કરાવ્યા. તેમાં બે રંગમંડપ, ઠેર ઠેર કળા – કારીગરી ને પૂતળીઓથી સુશોભિત બનાવ્યા હતા. પરંતુ શેઠ આ મંદિરને પૂરેપૂરું બંધાયેલું જોવા ન રહી શક્યા. સં. ૧૯૦૨ના શ્રા, સુ૨ ૫ ને શુક્રવારે શેઠ હેમાભાઈ સ્વર્ગવાસ કરી ગયા. તેમની માતા સૂરજબાઈ પણ તે પછી અમદાવાદમાં જ મરણ પામ્યાં.
પછી બંને શેઠાણીઓએ શેઠના આ જિનાલયને બંધાવવાનું કામ પૂરું કરાવ્યું. અને તપાગચ્છની સાગરશાખાના ભટ્ટા, શાંતિસૂરિના હાથે સં. ૧૯૦૩ના મ૦ વ૦ ને શુક્રવારે સૂર્યોદયથી ઘડી ૧૪ અને પળ પાંચના સમયે વૃષભ લગ્નમાં મૂળના ભ૦ ધર્મનાથ વગેરે સર્વ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી તથા સં. ૧૯૯૩ના મહ વ૦ ૧૧ને ગુરુવારે તે જ ભટ્ટારકના હાથે તે બધી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પં. વીરવિજયજીગણએ સં. ૧૯૩ના મ૦ વ૦ ૧૧ના રોજ ત્યાં જ તે ‘પ્રતિષ્ઠાને રાસ” બનાવ્યો.
(- જે. સ. પ્ર. વર્ષ : ૧૩, અંક: , પૃ. ૨૦) આ પ્રતિષ્ઠા ઉત્સવમાં એક લાખથી વધુ સ્ત્રી-પુરુષ હાજર થયાં હતાં, શેઠ-શેઠાણીએ આ જિનપ્રાસાદના નિર્માણમાં તથા પ્રતિષ્ઠા ઉત્સવમાં આશરે ૨૦ લાખ રૂપિયા ખરચ્યા હતા. અને આ જિનપ્રાસાદના નિભાવ માટે વાડીમાં જ હઠીપરું વસાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org