Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 467
________________ પ્રકરણ એકેતેરમું પ૦ મણિવિજય દાદા તઘાણી વિશે ટિ wvnmવિના જુથ ! તપશ્ચરિન પત્તો મૂરિષ્ણ-કથિનાર છે ” (- પ્રશ્નોત્તર પ્રદીપપ્રશસ્તિ, ક્ષેત્ર ૪) પંઇ મણિવિજ્યજી ગૃહસ્થાવસ્થામાં વિરમગામ અને રામપુરા (ભ કેડા) વચ્ચે પાંચ કાશ દૂર આવેલા આધાર ગામના વતની હતા. તેમના પિતાનું નામ જીવણદાસ અને માતાનું નામ ગુલાબદેવી હતું. જ્ઞાતિએ તેઓ વીશા શ્રીમાલી હતા. તેમનો જન્મ સં. ૧૮૫રમાં થયો હતો. તેમને માતર તીર્થમાં પંઇ કીર્તિવિજયગણના ઉપદેશથી વૈરાગ્ય થયે અને સં. ૧૮૭૭માં પાલીમાં પં. કીર્તિવિજયજીગણ પાસે તેમણે દીક્ષા લીધી, સં. ૧૮૯૪ના જેઠ સુદિ ૧૩ના રોજ અમદાવાદમાં પંસૌભાગ્યવિજયગણુએ તેમને પંન્યાસપદવી આપી. સં. ૧૯૩૫ના આ સુત્ર ૮ના રોજ અમદાવાદમાં ચઉવિહાર ઉપવાસ અને આરાધનાની સાથે તેઓ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમને શિષ્ય પરિવાર માટે થયો તેથી તેઓ દાદા તરીકે ખ્યાતિ પામ્યા. તેઓ મેટા તપસ્વી હતા. તેમણે દીક્ષાના દિવસથી જિંદગી પર્યત ચઉવિહારા એકાસણું જ કર્યા હતાં. કોઈ દિવસ બે વખત આહાર લીધો નથી. એકાસણ સિવાય પાણી પણ લીધું નથી. ઉપવાસ કર્યા તે પણ ચઉવિહારા જ કર્યા. તેમણે આ સિવાય માસક્ષમણ વગેરે તપ કર્યા અને અત્તરવાયણે તથા પારણે ચઉવિહાર એકાસણું જ કર્યા હતાં. વિહારનયાત્રા – તેઓ ઉગ્ર વિહારી હતા. તેઓ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મેવાડ, રાજપૂતાના તથા પૂર્વ ભારતના પ્રદેશમાં વિચર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476