________________
પ્રકરણ સિત્તેરમું
પં. કસ્તુરવિજયગણી " विनेयस्तस्य कस्तूरविजयोऽभून्महामुनिः । तपः प्रभृतिभिर्युक्तो गुणौद्यैर्विगतस्पृहः ।
(- પં૦ લમી વિજય, પ્રશ્નોત્તર પ્રદીપ પ્રશસ્તિ લેકઃ ૩) પં. કસ્તુરવિજય ગણીના જીવન વિશે કોઈ માહિતી મળતી નથી. તેમણે સં. ૧૮૭૦માં દીક્ષા લીધી અને વડોદરામાં કાળધર્મ પામી ગયા એટલી જ હકીક્ત જાણવા મળે છે.
તેઓ ત્યાગી, વૈરાગી, જ્ઞાની અને તપસ્વી મહાત્મા હતા. તેઓ આહારમાં બહુ ઓછાં દ્રવ્યો વાપરતા હતા. તેઓ તપસ્વી અને લોકમાં પ્રભાવક પુરુષ તરીકે નામના નોંધાવી ગયા. તેમની આરસની મૂર્તિઓ ૧. વડોદરાના કોઠારીપળના ભ૦ પાશ્વનાથના જિનાલયમાં છે. આ. વિજયપ્રતાપસૂરિના ઉપદેશથી તે મૂર્તિને શ્રીસંઘે નવી દેરી બનાવી ફરીથી પ્રતિષ્ઠા કરાવી છે. ૨. અમદાવાદમાં લુહારની પિળના ઉપાશ્રયમાં છે. મુનિ ચિદાનંદજી મહારાજ –
તેમનું મૂળ નામ કપૂરવિજયજી હતું. તેઓ મસ્ત અભ્યાસી હતા. તેમણે અધ્યાત્મ કૃતિઓ પદ્યમાં રચી છે. આ કૃતિઓ હિંદીમાં ઢળતી એવી મિશ્ર ગુજરાતીમાં રચી છે. તેમને જે અનુભવગમ્ય થયું તે તેમણે ઉપર્યુક્ત સાહિત્યમાં આપ્યું છે. તેમણે સ્વરોદય” રચ્યો છે. તેઓ સં. ૧૯૧૦ સુધી વિદ્યમાન હતા. તેમની ચરણપાદુકા જૂનાગઢમાં ધર્મશાળાના પાછળના ભાગમાં છે.
સંભવ છે કે તેઓ તપાગચ્છમાં મહ૦ ભાનચંદ્રગણુની પરંપરાના ૫૦ દેવચંદ્રની સંવેગી પરંપરાના મુનિ રહ્યા હોય.
મુનિ બુટેરાયજી, મૂલચંદજી અને વૃદ્ધિચંદ્રજી પંજાબથી સંવેગી દીક્ષા લેવા ગુજરાત આવ્યા ત્યારે તેઓ કપૂરવિજયજીની કીતિ સાંભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org