Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 458
________________ અડસઠમું] પં. રૂપવિજયજી ગણિવર [૪૧૭. શેઠ કલ્યાણજી કાનજી તેઓ ઘોઘાના વતની હતા. શેઠ અમીચંદ સાકરચંદ મુંબઈ આવ્યા. તે પછી તેઓ પણ વેપાર માટે મુંબઈ આવ્યા. તેઓ લેકપ્રિય અને ધર્મનિષ્ઠ હતા. તેમના પુત્ર ત્રિકમજીએ કોટમાં સં. ૧૮૬૫માં ભ૦ શાંતિનાથનું જિનાલય બંધાવ્યું, તેમાં વિશેષ ભાગ લીધો. શરૂઆતમાં ત્યાંના તે વહીવટદાર હતા. કલ્યાણજીભાઈને કુંવરબાઈ નામે પત્ની હતી, જેનાં બીજાં નામ રામકુંવર રામકેર પણ હતાં. તેને બે પુત્રો હતા. ૧ ત્રિકમભાઈ તે કાર્યદક્ષ, સાહસી, વ્યાપાર નિષ્ણાત, ધમી અને દાની હતો. ૨. દીપચંદ ઉર્ફે બાલાભાઈ તે સં૦ ૧૯૦૩માં મૃત્યુ પામ્યા. શેઠ ત્રિકમભાઈ શેઠ મેહશાહના વિશ્વાસપાત્ર મિત્ર હતા. સં. ૧૮૮૮ સુધી તેઓ વિદ્યમાન હતા. શેઠ કલ્યાણભાઈ પછી ત્રિકમભાઈ અને તે પછી બાલાભાઈ મૃત્યુ પામ્યા. કુંવરબાઈ એ જિનાલયને વહીવટ ચલાવ્યો. પ્રેમચંદ રંગજી પટણી, તારાચંદ મોતીચંદ માંગરોલી પણ કેટવિરતારના જેને ના આગેવાન હતા. નગરશેઠ વખતચંદ ( તેમના માટે જુઓ પ્રક. ૫૮) સં. ૧૮૩૮માં ગુજરાતમાં અને મારવાડમાં અતિવૃષ્ટિના કારણે ધાન્ય કેહવાઈ ગયું. તીડો ઊતરી આવ્યાં. સં૧૮૬૯માં ગુજરાત અને મારવાડમાં અગણેત્તરો દુકાળ પડ્યો, સાથેસાથે ગુજરાતમાં ઝેરી તાવ ફેલાયો. પરિણામે જાનમાલની માટી નુકસાની થઈ. આ બધા મુશકેલીના સમયમાં અમદાવાદના નગરશેઠેએ જનતા પ્રત્યે પ્રેમ દાખવી સહાયતા પહોંચાડી હતી. એ જ રીતે નગરશેઠ વખતચંદ તથા સુબા રવચંદ, શેઠ કરસન વગેરે જેને કાળજી રાખી જનતાને બધા પ્રકારની મદદ આપી હતી. (– ગુજરાતને ઇતિહાસ) નગરશેઠ વખતચંદ સં૧૮૭૦માં સ્વર્ગવાસી થયા. (- ૫૦ સ૦ ભા. ૧, ૫૦ ૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476