________________
૪૧૮]
જે પરંપરાનો ઈતિહાસ [ પ્રકરણ શેઠ હઠીસિંહ કેશરીસિંહ
વિશા ઓશવાલ જ્ઞાતિમાં જન વંશમાં અનુક્રમે ૧. શેઠ નિહાલચંદ, ૨. શેઠ ખુશાલચંદ, ૩. શેઠ કેશરીસિંહ અને ૪ શેઠ હઠીસિંહ થયા હતા.
શેઠ હઠીસિંહને સં. ૧૮૫રમાં જન્મ થયો હતો. તેઓ બુદ્ધિશાળી, દિલાવર અને પરગજુ જૈન હતા. શેઠ વખતચંદ સાથે તેમને ગાઢ મિત્રી હતી. અને શેઠ વખતચંદને મુંબઈના મેતીશાહ શેઠ સાથે મત્રી હતી એટલે આ ઓળખાણથી મુંબઈના શેઠ મોતીશાહે શેઠ હઠીસિંહને વેપારમાં મોટી સહાયતા કરી. તેમણે જાતમહેનતથી ખંત રાખીને વેપાર ખેડ્યો. ધીમે ધીમે આગળ વધતાં તે લખપતિ થયા. શેઠ મેતીશાહના પુત્ર શેઠ ખીમચંદે પિતાના મરણ પછી સં. ૧૮૯૩ના મહા મહિનામાં શત્રુંજયતીર્થમાં મેતીશાહની ટૂંકની રૂ. ૧ લાખ ખરચીને અંચલગચ્છના ભટ્ટામુક્તિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં શેઠ હઠીસિંહે મિત્રદાવે ભારે સહકાર આપ્યો હતો.
શેઠ હઠીસિંહે સં. ૧૮૯૩ના ફાવ. ૧૦ ના રોજ અમદાવાદથી કેશરિયાજી તીર્થને છરી પાળા યાત્રાસંઘ કાઢયો હતો. તેમાં તપાગચ્છના ભટ્ટા. વિજયજિતેંદ્રસૂરિ, પં. સુબુદ્ધિવિજયગણું તથા ૫૦ રૂપવિજયગણું અને તેમના શિષ્ય મુનિ અમીવિજયજી વગેરેને આ યાત્રામાં સાથે લીધા હતા.
મુનિ અમીવિજયે આ “કેશરિયાજી સંઘને રાસ રચ્યું છે.
શેઠ હઠીસિંહે સં. ૧૮૯માં ગોલવાડની પંચતીર્થીને છરી પાળા યાત્રા સંઘ કાઢયો હતો. તેમાં તેમણે નગરશેઠ હેમાભાઈ વગેરેને સાથે લીધા હતા. તે સંઘ પાછો વળતાં વચમાં શંખલપુર ગર્યો હતો, ત્યાં બહુચરાજીના પૂજારીને માગ્યા મુજબ રકમ ન મળતાં કોધે ભરાઈને શેઠના વિરુદ્ધ નિંદા કરવા માંડી હતી. આથી શેઠનું મન ગ્લાનિ પામ્યું હતું. ત્યાંથી શેઠ સંઘ સાથે અમદાવાદ આવ્યા હતા.
શેઠ હઠીસિંહને ત્રણ પનીઓ હતી. એક નગરશેઠ હેમાભાઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org