Book Title: Jain Paramparano Itihas Vol 4
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 457
________________ ૪૧૬] જેન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ શહેરમાં મોતીશાહની ધર્મશાળા તૈયાર થઈ ગઈ. શેઠ મોતીશાહ સં. ૧૮૯૨ના ભાદરવા સુદિ ૧ના રોજ મરણ પામ્યા. સર્વત્ર શેક છવાઈ ગયો. પછી તો શેઠાણી દિવાળીબાઈ, પુત્ર ખીમચંદ, શેઠના મિત્રો અમરચંદ દમણી, ફૂલચંદ અને કસળચંદે મળીને ટંકનું કામ આગળ વધાર્યું. ટૂંક બની ગઈ, બધાં જિનાલયે તૈયાર થઈ ગયાં એટલે શેઠાણ દિવાળીબાઈ એ આમંત્રણ પત્રિકા કાઢી બધા સંઘને પાલિતાણે લાવ્યા અને તે મુંબઈ થી શત્રુંજયને મેટા સંઘ કાઢી ભાવનગર થઈ સં. ૧૮૯૩ના પિ૦ વ૦ ૧ના રોજ પાલિતાણે પહોંચ્યા. તેમની વિનંતીથી અમદાવાદથી શેઠ વખતચંદ, શેઠ હઠીભાઈ વગેરે શ્રેષ્ઠીઓ અને બીજા લાખ જેને ત્યાં એકઠા થયા. શેઠ ખીમચંદ પોષ વદિ ૧ થી ૧૮ દિવસ સુધી બધા યાત્રિકે અને શહેરના બધા માણસના ઝાંપે ચોખા મૂકી નૌકારસી કરી જમાડયાં. એ સમયે એક નૌકારસીએ રૂા. ૪૦૦૦૦. ચાલીસ હજાર રૂપિયા ખર્ચ થતો હતો. આ પ્રસંગે એક મારવાડી વૃદ્ધ ડોસીમાએ એક નૌકારસી કરવાની રજા માગી, ત્યારે તેને રૂપિયા કયાં છે ? એમ પૂછયું. ડોસીમાએ ગોદડીમાંથી સેનામહાર કાઢીને ઢગલો કર્યો. સંઘે તેને નકારસીને આદેશ આપ્યો. આ ઉત્સવમાં ખૂબ શાંતિ હતી. શેઠ ખીમચંદે સં. ૧૮૯૩ના માહ મહિનામાં શ્રી શત્રુંજય ઉપર મોતીશાહની ટૂંકની તથા ૭૦૦ જિનપ્રતિમાઓની ભટ્ટા, મુક્તિસાગરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેમાં રૂા. એક લાખનો ખર્ચ થયો. શેઠ મોતીશાહના શેઠ વખતચંદ, શેઠ હેમાભાઈ અને શેઠ હઠીભાઈ ત્રણે મિત્ર હતા. તેથી તેઓ ત્યાં આવ્યા હતા. પછી શેઠ ખીમચંદ ગમે તે કારણે તેમનું માન જાળવ્યું નહીં હોય તેથી તેઓ પાલિતાણાથી નારાજ થઈ અમદાવાદ પરત આવ્યા. શેઠાણું દિવાળીબાઈ તે પછી મુંબઈમાં મરણ પામ્યાં. શેઠ ખીમચંદ પણ સં. ૧૯૨૫માં મૃત્યુ પામ્યા. (– પ્રકn ૪૦, પૃ. ૫૩૭, પ્ર સ. “ પુરવણ' પૃ. ૭૭૪, ૭૭૫,' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476