________________
પ્રકરણ અડસઠમું
૫૦ રૂપવિજયજી ગણી “ શ્રીનરTછે ઘરજ્ઞાનગુorgar રમૂર થી સ્નાન મુનિgRા ”
( – પં. લકમવિજય, “પ્રશ્નોત્તર પ્રદીપ' પ્રશસ્તિ ) પં. રૂપવિજયજી ગણીની ગૃહસ્થાવસ્થાની કોઈ માહિતી મળતી નથી. તેમણે ક્યારે દીક્ષા લીધી, પંન્યાસ ક્યારે બન્યા અને છેવટે સ્વર્ગવાસ કઈ સાલમાં થયે એ હકીકતો પણ પ્રાપ્ત થઈ નથી. આમ છતાં તેઓ ૧૯મી સદીમાં વિદ્યામાન હતા, મેટા વિદ્વાન હતા, સારા કવિ હતા અને વૈદ્યકશાસ્ત્રમાં નિપુણતાથી નામના મેળવી હતી.
તેમણે સં. ૧૮૮૦માં વિક્રમ રાજાના સમયના ગણાતા અંબડ વિશે રાસ (જેમાં વિકમના પરાક્રમ પંચદંડ વગેરેની અદ્ભુત વાતે છે) મળી આવે છે. સં. ૧૮૮૦માં તેમણે પૃથ્વીચંદ્ર ચરિત્ર', સં૦ ૧૮૬૨માં “પદ્મવિજય નિર્માણ રાસ અને સં. ૧૯૦૦માં “વિમલમંત્રી રાસ” વગેરે કૃતિઓ રચેલી મળી આવે છે.
વળી, તેમણે નીચેની પૂજા-કૃતિઓ આપી છે. ૧. સ્નાત્રપૂજા, ૨. પંચકલ્યાણક પૂજા, ૩. પંચજ્ઞાનપૂજા ૪. વીશસ્થાનક પૂજા, પ. પિસ્તાલીસ આગમપૂજા, વગેરે અને આત્મબોધ સઝાય, મન સ્થિરીકરણ સઝાય વગેરે રચનાઓ કરી છે. ગ્રંથકારો
અચલગચ્છના (૫૭) ભ૦ ધર્મમૂતિ, (૫૮) ભ. કલ્યાણસાગરસૂરિ, (૫૯) ભ૦ અમરસાગરસૂરિ વગેરેનો પરિચય અગાઉ આવી ગયે છે.
( – પ્રક. ૪૦, પૃ. ૪૩૩, ૪૩૫, ૪૩૬.) તેમના વિશે વિશેષ હકીકત આ પ્રકારે મળી આવે છે.–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org