________________
અડસઠમું ] ૫૦ રૂપવિજયજી ગણી
[ ૪૩ જેઠ વ૦ ૧૩ ને ગુરુવારે સિરોહમાં તપાગચ્છની ગદ્ય ગુજરાતી પટ્ટાવલીઓ રચી છે. પ્રભાવક મહાજનો –
આ સમયે જેનામાં ઘણું નરવીરે થયા છે. તેમાં સૂરતની મહાસતી સુભદ્રાનું નામ સૌથી મોખરે આવે છે. તે વિ. સં ૧૯૧માં વિદ્યમાન હતી.
( – પ્રક. ૫૭) શેઠ મોતીશાહ –
ખંભાતના નાહટા ગોત્રના વિશા ઓશવાલ જૈન શેઠ સાંકળચંદના પુત્ર શેઠ અમીચંદની ભાર્યા રૂપબાઈના પુત્ર શેઠ મોતીચંદ થયા.
શેઠ અમીચંદ વિ. સં. ૧૮૧૪માં ખંભાતથી મુંબઈ આવ્યા. તેની પત્ની રૂપાબાઈને મુંબઈમાં પાંચ સંતાને થયાં હતાં. તેઓમાં સં. ૧૮૩૪માં નેમચંદ, (૨) સં. ૧૮૩૮માં મેતીચંદ અને (૩) સં. ૧૮૪૦માં દેવચંદ નામના પુત્રો હતા અને બે પુત્રીઓ હતી.
(– શેઠ રતનજી ફરામજી વાંછા; “મુંબઈને બહાર'
શે. મોતીચંદની ઉત્પત્તિ પ્રકરણ : ૬ ) શેઠ અમીચંદ કટમાં રહેતા હતા. તેમણે પોતાને ત્યાં ઘર દેરાસર કરાવ્યું હતું.
શેઠ મોતીશાહ પણ મુંબઈમાં રહ્યા. તે શાહ સેદાગર હતા. તેમને દિવાળીબાઈ નામે પત્ની હતી અને ખીમચંદ નામે પુત્ર હતો. તેઓ વહાણવટાને ધંધો કરતા હતા. તેમની પાસે ૮ વહાણે હતાં. તેઓ વારંવાર દરિયાઈ ખેડ કરતા હતા.
શેઠ મોતીશાહે મુંબઈ વગેરે સ્થાનમાં ધર્મશાળા, પાંજરાપોળ, દવાખાનાં બનાવ્યાં હતાં. સં. ૧૮૮૫ના મહા સુદિ ૬ ને રોજ મુંબઈ-ભાયખલામાં આદીશ્વર જિનપ્રાસાદ બંધાવીને તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમજ મુંબઈમાં પાયધુની ઉપર ગેડી પાર્શ્વનાથનો વિશાળ જિનપ્રાસાદ તેમણે તૈયાર કરાવ્યો હતો,
જે, ૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org