________________
૪૦૨] જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ તેમાં જ્ય મેળવ્યું.
શ્રી હૃદયરામ દીવાને ગોડીજીની યાત્રા માટે સંઘ કાઢો, તેમાં તેઓ સાથે ગયા. ત્યાં તેઓ લીબડી આવ્યા અને ચોમાસું કર્યું. ત્યાં “જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર” વાંચ્યું. પછી સં. ૧૮૫૩માં અમદાવાદમાં ચાતુર્માસ કર્યું. ત્યાં સુયગડાંગસૂત્ત” સૂત્રનું વ્યાખ્યાન કર્યું. અહીં સં. ૧૮૫૪ના મહા વદિ અને સેમવારના રોજ શ્રીમાલી જ્ઞાતીય લક્ષ્મીચંદ શેઠે સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા તેમની પાસે કરાવી. તેમાં ૪૭૨ જિનપ્રતિમાઓ અને ૪૯ સિદ્ધચક્રયંત્રની પ્રતિષ્ઠા કરાવી. અમદાવાદના ઓશવાલ શેઠ હર્ષચંદ્ર સંઘવીએ સિદ્ધાચલન માટે સંઘ કાઢયો. તેમણે સંધને સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવવા સં. ૧૮૫૭માં ઉપદેશ આપ્યો. તેથી શ્રીસંઘે અને એમા બાલાની મદદથી સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યા. સં. ૧૮૫૮માં લીંબડીમાં, સં. ૧૮૫૯ અમદાવાદમાં ચાતુર્માસ કર્યા.
૫૦ પદ્યવિજયજીને અમદાવાદમાં મસ્તકના અર્ધ ભાગમાં વ્યાધિ લાગુ પડ્યો છતાં તેમને સમાધિ રહી. ૨૮ દિવસ સુધી “ઉત્તરાધ્યયન સૂત્રની આરાધના કરી. સં. ૧૮૬રના ચત્ર સુદિ ૪ ને બુધવારના રોજ અનશન કરી દેહત્યાગ કર્યો. તેમણે ગૃહસ્થાવાસમાં ૧૪ વર્ષ રહી પ૭ વર્ષ દીક્ષા પાળી હતી.
તેઓ બહુશ્રુત વિદ્વાન હતા. કવિ હતા. ગ્રંથકાર હતા. તેમણે ૫૫૦૦ નવા કેની રચના કરી હતી. વિશેષ ઘટનાઓ
તપાગચ્છના ભટ્ટાવિજયજિનેન્દ્રસૂરિએ સં. ૧૮૪૩ના મહા સુદિ ૧૧ ને સેમવારે શત્રુંજયતીર્થમાં સુરતના સં. પ્રેમચંદ લવજીએ અમદાવાદવાળા શ્રી પ્રેમચંદ મેદીની ટ્રકની પ્રતિષ્ઠા કરી. વળી ભ૦ જિનેન્દ્રસૂરિએ. સિદેહીમાં અને શત્રુંજયતીર્થમાં જિનેન્દ્ર ટ્રકની સ્થાપના કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org