________________
છાસઠમું]
૫૦ ઉત્તમવિજય ગણ
[ ૩૯૫
કર્યો. પરંતુ ત્યાંની આસપાસના છે અને ઉત્સવમાં આવતા હતા તેમણે વેતાંબર વિધિને જ કાયમ પાળવા આગ્રહ બતાવ્યો. આથી દિગંબરોએ મૌન પકડ્યું.
ગભારાના આગળના ભાગમાં દર્શનાથીઓને ઊભા રહેવાના સ્થાને રંગમંડપમાં નવી વેદી (ચેતરો) બનાવી તેની ઉપર ગભારાની આડે દિગબરી નવી પ્રતિમા બેસાડી, ભ, મહાવીરની મૂળ પ્રતિમાને ઢાંકી દીધી છે.
જનતા મૂળ પ્રતિમાને ભૂલીને દિગંબર પ્રતિમા તરફ ખેંચાય તે માટેની આ રમત છે. તા. ૨૪–૧–૧૯૬૯ના રોજ આ તીર્થનો દિગબર શ્વેતાંબર કેસ ચાલ્યો છે.
વિશેષ ધટના (નવે પંથ)
સ્થાનકમાગને પૂજ રઘુનાથજીના શિષ્ય ઋષિ ભિખમજીએ સં. ૧૮૧૮માં બગડીનગરના સ્મશાનમાંથી ૧૩ ઋષિઓને સાથે લઈ તેરાપંથમત ચલાવ્યો.
સ્થાનકવાસમાં ત્યારથી તેરાપંથ અને બારાપંથ એવા બે મોટા ભેદ થયા.
( – પ્રક. ૫૩) ગિરનાર–ગોરધનનિવાસી શેઠ જગમાલે સં. ૧૮૪૮ના વિ. વ. ૬ને શુક્રવારે ગિરનાર તીર્થમાં શ્રી નેમિનાથની ટ્રકમાં ભ૦ નેમિનાથના મુખ્ય જિનપ્રાસાદની પાછળ ભ૦ આદીશ્વરના જિનાલયની તપાગચ્છના ભ૦ વિજયજિનેન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી છે. શેઠ જગમાલ તીર્થની વ્યવસ્થા કરતા હતા.
વડનગરના ગૂર્જર શેઠ દેવચંદ જૈન અને તેની વિધવા બહેન લક્ષ્મીબાઈએ જૂનાગઢ આવી નિવાસ કર્યો. બંનેને કંઈ સંતાન નહોતું. બંનેએ પિતાની સર્વસ્વ મૂડી આપી તીર્થની વ્યવસ્થા માટે જૂનાગઢમાં શેઠ દેવચંદ લક્ષમીચંદની પેઢી થાપન કરી.
( – પ્રવાટ ઈતિહાસ ખંડઃ ૩, પૃ. ૫૬, ૫૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org