________________
પ્રકરણ –સઠમું
પં. કવિજયજી ગણી ગુજરાતના પાટણ પાસે વાગરાડ ગામના વતની શાભીમજી પોરવાડની પત્ની વીરાએ સં. ૧૭૦૪માં એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ કાનજી રાખવા આવ્યું હતું.
માતા-પિતાના મરણ પછી કાનજીને પાટણમાં કુઆને ત્યાં આવવું પડયું. - પં. સત્યવિજયજીગણ વિહાર કરતા પાટણ આવ્યા. તેમની ઉપદેશવાણું સાંભળીને કાનજીને વૈરાગ્યભાવ જાગૃત થયો. તેણે કુઆની સંમતિ મેળવી ગુરુ પાસે દીક્ષાની યાચના કરી. - પં સત્યવિજય ગણીએ સં. ૧૭૨૦ના માગશર સુદિમાં ૧૪ વર્ષના કાનજીને દીક્ષા આપી, પોતાને શિષ્ય બનાવ્યા, જેનું મુનિ કપૂરવિર્ય નામ રાખવામાં આવ્યું.
તેઓ રાતદિવસ સાધુના ચાર પાળી શાસ્ત્રાભ્યાસ કરવા લાગ્યા અને ગુરુ સાથે રહી વિહાર કરતા રહ્યા. તેમણે આવશ્યક સૂત્રોનું પઠન કર્યું. વિજ્યપ્રભસૂરિએ કપૂરવિજયને યોગ્ય જાણી આનંદપુરમાં પંડિત પદ આપ્યું. " સં. ૧૭૫૭ના પિષ માસમાં તેમના ગુરુ પં. સત્યવિજય ગણી સ્વર્ગસ્થ થયા તેમના પટ્ટધર તરીકે પં૦ કપૂરવિજય થયા. પં. કપૂરવિજયે વઢીયાર, મારવાડ, ગુજરાત, સૌરાષ્ટ્ર, અમદાવાદ, રાધનપુર, સાચેર, સાદરા, સોજીત્રા, વડનગર વગેરે સ્થળોએ ચાતુર્માસ કર્યા. વૃદ્ધાવસ્થાના કારણે છેલે પાટણમાં ચાતુર્માસ રહ્યા. તેમણે ઉપધાન માલારોપણ અને બિંબપ્રતિષ્ઠા વગેરે અનેક ઘર્મકૃત્ય કરાવ્યાં.
એકંદરે તેઓ ત્યારે સરવશાળી અને કીર્તિશાળી હતા. પાટણમાં સં. ૧૭૭૫ના શ્રાવણ વદિ ૧૪ ને સોમવારે કપૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org