________________
એકસઠમું ] આચાર્ય વિજયસિંહસરિ
[ ૩૪૭ શ્રી હરવિજ્યસૂરિ કૃત ૧૬ બેલ.
શ્રી. વિજયદાનસૂરિકૃત ૩૫ બોલ. એવં ભલી રીતે મર્યાદા પાળવી. અત્ર ૫૦ સેમગણિમતમ
પં. વિજયગણિમતમ. પં. સત્યવિજયગણિતમ્ ગણી ઋદ્ધિવિમલ, ઝડષિ મણિચંદ્ર, ઋષિ વીરવિજ્ય.
(– શ્રી. વિજયાનંદસૂરિ જન્મ શતાબ્દી અંક: પૃ૦
૨૨૧ થી ૨૨૪) ઈતિહાસના પરિશીલનથી જણાય છે કે, આ વિજયસિંહસૂરિ શમ-સવેગ-સંયમ ગુણેથી રંગાયેલા હતા. ગીતાર્થોના પ્રીતિપાત્ર હતા. શ્રમણગણસંઘના વિશ્વાસભાજન હતા.
આથી જણાય છે કે તેઓ વધુ જીવ્યા હોત તો તપાગચ્છમાં દેવસૂરસંઘ, આનંદસૂરસંઘ, વિજયસંઘ, સાગરસંઘ, વિમલસંઘ, સંગીશાખા કે યતિશાખા વગેરે શાખાઓનો આગ્રહ ન જ રહેત.
આ. વિજયસિંહસૂરિએ એવી વ્યવસ્થા ગોઠવી હતી કે આપણેસી ઘર છોડી નીકળ્યા છીએ તે હવે તે ખરેખર છેડવાં.
ત્યાગ અને સંયમના આચરણ દ્વારા આદર્શ જીવન બનાવવું.
જેને જેને આવો મન-વચન-કાયાને ઉલ્લાસ હોય તેણે કિયોદ્ધાર કરીને સંવેગી મુનિ બનવું, અને બીજાઓએ યતિ રહેવું.
મુનિ અને અતિ સૌએ ગચ્છનાયકની આજ્ઞા પાળવી. સૌએ આપસ આપસમાં હળીમળીને રહેવું.
અને ધર્મની પ્રભાવનાનાં કામમાં સૌએ પૂરક બની રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org