________________
૩૪૮] જૈન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ પં. નયવિજયગણ તથા મહા યશવિજયગણી ગુજરાતમાં પધારે પછી આ ચેોજનાને તરતમાં અમલમાં મૂકવાની હતી. પણ પાંચમા આરાને દુષ્પભાવને લીધે તેમાં એકાએક રૂકાવટ આવી પડી.
આ. વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના અષાડ સુદિ રના રોજ અમદાવાદમાં સંવેગી ભાવનામાં જ સ્વર્ગગમન થયું. આથી સૌમાં નિરાશાનું મેજું ફરી વળ્યું. હવે તો મુખ્ય પ્રશ્ન એ ઊઠયો કે નવા ગચ્છનાયક કોને બનાવવા ? છેવટે ભટ્ટા. વિજયદેત્રસૂરિએ સં. ૧૭૧૦ના વૈ૦...૧૦ને ગુરુવારે હસ્ત નક્ષત્રમાં ગંધાર બંદરમાં ૧૨૫ વર્ષની ઉંમરના અને ૯ વર્ષના દીક્ષિત વૃદ્ધ સ્થવિર મહો. કમલવિજયગણી અને ચતુર્વિધ સંઘની હાજરીમાં આ વિજયસિંહ
સૂરિના શિષ્ય ૫૦ વીરવિજયગણીને આચાર્ય બનાવી આ૦ વિજયસિંહસૂરિની પાટે સ્થાપન કર્યા. આથી સંઘમાં આનંદ પ્રવર્યો. પછી ફરીવાર ક્રિયા દ્વારનું વાતાવરણ ફેલાયું.
આ વિજયસિંહસૂરિના રવર્ગગમન પછી તેમના શિષ્યો અને બીજા ગીતાર્થોએ તેમનું કામ ઉપાડી લીધું.
તેમણે સં. ૧૭૧૧ના મ. સુ. ૧૩ ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં ભટ્ટા. વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી તેમની જ નિશ્રાની પ્રધાનતા રાખી ક્રિાદ્ધાર કરી સંવેગીપણું સ્વીકાર્યું. તે સૌ તપાગચ્છના વિજ્યદેવસૂરિ સંઘમાં જ રહ્યા હતા.
એવો ઉલ્લેખ મળે છે કે, તે જ વખતે ૧૮ મુનિઓએ એક સાથે ક્રિોદ્ધાર કર્યો હતો અને રેહાના શેઠ જેવંત પોરવાડ, પં શુભવિજયગણીની પુત્રી તથા ભટ્ટા. વિજયાનંદસૂરિની બહેન સાધવી સહજશ્રી વગેરે સાધ્વીઓએ પણ કિદ્ધાર કરી સંવેગીપણું સ્વીકાર્યું હતું.૧ શિષ્ય અને શિષ્ય પરંપરા –
આ. વિજયસિંહસૂરિ અને ઉપા૦ કનકવિજયગણીને ઘણા શિષ્યો હતા, એ અગાઉ જણાવી દીધું છે. તેમાંથી કોઈ કઈ સંવેગી મુનિ
૧. સાવ સહજશ્રી માટે જુએ પ્રક૫૮ અને શ્રી. પ્રશસ્તિ સંગ્રહ ભ૦ ૨, પ્ર૦ નં૦ ૭૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org