________________
જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ તે પરમ શાંત, સંવેગી, સંયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની હતા અને શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર રહેતા. તેમને દાદાગુરુ અને ગુરુદેવ તરફથી સાચા ત્યાગી બનવાને ઉપદેશ મળેલો તે તેમની રગેરગમાં વ્યાપી ગયો હતો. તેઓ આ 2 વિયસિંહસૂરિ સાથે કિદ્ધાર કરી સંવેગી મુનિ બનવા તૈયાર હતા.
ક્રિોદ્ધાર– ભટ્ટાવિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં કિદ્ધાર કરી ફરી સંવેગી માગ પ્રવર્તાવો. આથી તેમણે પોતાની સાથેના મુનિઓ અને યતિઓને વૈરાગ્યને ઉપદેશ આપી કિદ્ધાર માટે તૈયાર કર્યા. પરિણામે આ વિજયસિંહસૂરિ, પ. સત્યવિજ્યગણી, પં. વીરવિજયગણી, પંઋદ્ધિવિજ્યગણ વગેરે સંવેગી મુનિ બનવાને ઉત્સુક થયા હતા.
પટ્ટક – આ. વિજયસિંહસૂરિએ ઉપરના કારણે સં. ૧૭૦૬ના મહા સુદિ ૧૩ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં સંવેગી સાધુ-સાધ્વીને પાળવાના નિયમોનો ૪૫ બેલનો પટ્ટક ગુરુદેવની નિશ્રામાં બનાવ્યો. તેમાં પં. સત્યવિજયગણી, ૫૦ વીરવિજયગણું, ૫૦ ઋદ્ધિવિજય ગણું વગેરેના હસ્તાક્ષર થયા છે.
પરંતુ દેવયોગે આ. વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના મ. સુત્ર ૨ ના રોજ અમદાવાદના નવાપરામાં સંવેગીભાવનામાં જ સમાધિપૂર્વક સ્વર્ગગમન થયું. આથી નવા ગચ્છનાયક બનાવવા પ્રશ્ન પહેલો ઊઠો. - વ્યવસ્થા – પં. સત્યવિજયગણ અને પં. વીરવિજયગણ એ બંને એશવાલ હતા. એ બંને સંવેગી મુનિ બનવાને સર્વ રીતે તૈિયાર હતા. બંને જણું ગચ્છનાયક બનવાને તથા સંવેગી મુનિઓના અગ્રણું બનવાને ચગ્ય હતા. ભટ્ટા વિજયદેવસૂરિએ નિર્ણય કર્યો કે આ બેમાંથી એકને ગચ્છનાયક અને બીજાને મુનિઓના આગેવાન બનાવવા. તેમણે સર્વ પ્રથમ પં. સત્યવિજયગણીને ગચ્છનાયક ભટ્ટારક બની શાસનસેવા કરવાને સમજાવ્યા. પણ તે તો આત્મરંગી હતા. અભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. તેમણે પોતે ગચ્છનાયક બનવાની સાફ ના પાડી અને પં. વીરવિજયગણ ગચ્છનાયક બને તેમાં સમ્મતિ આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org