________________
સત્તાવન] ભટ્ટારક વિજયદાનસરિ
[ ૮૯ કાઢઢ્યો હતો. તેમણે આ સંઘમાં તપાગચ્છની સાગરશાખાના ભટ્ટા શ્રી ઉદયસાગરસૂરિ, પૂ. આ. શ્રી વિજયપ્રભસૂરિની પરંપરાના ભટ્ટા, શ્રી વિજ્યદયસૂરિ, ભટ્ટાશ્રી વિજયધર્મસૂરિ (સં. ૧૮૦૯ થી ૧૮૮૧), ભટ્ટાશ્રી વિજય જિનેન્દ્રસૂરિના મહોપાધ્યાય (૬૫) પં. શ્રી ખુશાલવિજય ગણના શિષ્ય (૬૬) પં. શ્રી ઉત્તમવિજય ગણીની પરંપરાના (૬૫) મહ૦ શ્રી સુમતિવિજ્ય ગણના શિષ્ય (૬૬) પં શ્રી ઉત્તમવિજય ગણી વગેરે પરિવારને, પિતાના કુટુંબને અને બીજા થોડા જૈનેને સાથે લીધા હતા.
સંઘ પિ૦ સુ. ૨ ના રોજ નીકળી વહાણમાગે ભાવનગર જઈ ગાડા રસ્તે સં. ૧૮૩૭ના પોષ સુત્ર ૫ ને મંગળવારે પાલિતાણા પહોંચ્યું. ત્યાં લલિતા સરોવરના કિનારે પડાવ નાખ્યા. સં. પ્રેમચંદ મેદીએ ઠા. ઉનડજીને રખેપાની મોટી રકમ આપી સૌનો રાપા કરાર માફ કરાવ્યા.
સંઘ ડેરા-તંબૂ લઈ ઉપર ચડ્યો. રસ્તામાં આંબડવાવ, ભૂખણની વાવ, તળેટી, નીલી પરબ, પેળી પરબ, કુમારકુંડ, હીંગલાજનો હડે, માનડિયા, કેટને દરવાજે, સૂરજપાળ, વાઘણપોળ, ચકેશ્વરી દેવીના મંદિરે થઈ શ્રી આદીશ્વર દાદાના દર્શન કરી મોદીએ બંધાવેલા જિનાલય પાસે ગયો. સૌ નવા જિનપ્રાસાદને જોઈને ખુશ થયા. મેદીએ તેની ચારે બાજુએ બીજાં મંદિર બંધાવવાને હુકમ આપ્યો અને મહોશ્રી ખુશાલવિજય ગણના શિષ્ય ૫૦ શ્રી ઉત્તમવિજય ગણુને વિનંતી કરી કે, “આપ હવે ભટ્ટારકજીને અહીં બેલા. તેઓ જલદી આવે એટલે પ્રતિષ્ઠા તરત કરાવવી છે.”
સંઘ અહીંની યાત્રા કરી ભાવનગર, ઘોઘા થઈ વહાણ દ્વારા સુરત પહોંચી ગયે. (૪) શ્રી શત્રુંજય તીર્થને યાત્રાસંધ – પ્રતિષ્ઠા
સુરતના સંઘવી પ્રેમચંદ લવજીએ શ્રી શત્રુંજયતીર્થમાં તૈયાર કરેલ પ્રેમચંદ મેદીની ટૂક વગેરે તથા ત્યાંનાં બધાંએ જિનમંદિરોની પ્રતિષ્ઠા કરાવવા માટે મૂહર્ત જોવરાવ્યું. અને વિસં૧૮૪૩ના મહાસુદિ ૧૫ ને સોમવારને દિવસ પ્રતિષ્ઠા માટે નક્કી કરવામાં આવ્યા. જે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org