________________
૧૧૬ ] જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ તેને ચાર સંતાન થયાં. તે પૈકી મોટા બે પુત્ર નેપાળ ગયા અને ત્યાંના રાજા બન્યા, જેના વંશજો ગુરખા (ગોરક્ષક-ગરખા) તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
ચોથે પુત્ર રાવ કરણસિંહ (ક્ષેમસિંહ) ચિત્તોડની ગાદીએ બેઠે. તેને (૧) માહપ, (૩) રાહ૫, અને (૩) ધીરજી એમ ત્રણ પુત્રો થયા.
રાજકુમાર ધીરજીના શરીરમાં કેઢ રેગ નીકળ્યો અને સાંડેરક ગચ્છના ભટ્ટારકના પ્રયત્નથી તેને કેઢ રેગ મટી ગયો. રાણાએ “ધીરજને કોઢ રોગ મટશે તે તે રાજકુમાર તમને આપીશ.” એમ વચન આપેલું. આથી રાણાએ તે કુમાર ભટ્ટારકજીને સોંપ્યો. ભટ્ટારકજીએ તેને જૈન બનાવી તેનું શિસેદિયાત્રિ સ્થાપ્યું અને તેને ઓશવાળ જૈન જ્ઞાતિમાં દાખલ કર્યા. રાણાએ તેને ગામ-ગરાસ આપ્યાં.
રાણું કરણસિંહના મરણ પછી મેટે કુમાર માહપ (સામંતસિંહ) મેવાડની ગાદીએ બેઠે.
રાજકુમાર ધીરજના શિદિયા ઓશવાળ જૈન વંશમાં શેઠ શાંતિદાસ થયા, જેને બાદશાહ જહાંગીર મામા ” કહી બોલાવતે હતે.
શેઠ શાંતિદાસ અમદાવાદના નગરશેઠ બન્યા, જે શિસેદિયા ગોત્રના વિશા ઓશવાલ જન હતા. તેના વંશમાં આજે દીપાશાહ, ખુશાલશાહ, વગેરે વિદ્યમાન છે.
(— “સોહમકુલરત્ન પટ્ટાવલી ” ઉલાસ ૨, ઢાળઃ ૧૫, કડી
૧ થી ૧૯, પટ્ટાવલી સમુચ્ચય ભા-૨, પૃ. ૨૮-૩૦) ૨. શિલાલેખ (વિ. સં. ૧૯૦૫).
શ્રી શત્રુંજયતીર્થમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઈ વખતચંદે સં. ૧૮૮૬ના મહા સુદિ ૫ ના રોજ બંધાવેલી હેમાભાઈની ટૂંક છે. તેમાં નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ભગવાન શ્રી અજિતનાથનો જિનપ્રાસાદ બંધાવ્યો છે, તેની દક્ષિણ દિવાલમાં શિલાલેખ છે કે – “અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના વંશ અને દાનની વિગત”
તેને વંશ શિસેદિયા, ગાત્ર–કુંકમસેલ - જ્ઞાતિ-ઓશવાલ, શાખા–આદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org