________________
૨૭૨ ] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ધર્મક્રિયા કરતો હતો. સાતે ક્ષેત્રમાં દાન દેતો હતો. તેણે આ વિજયદાનસૂરિના વરદ હસ્તે ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી અને માટી નામના મેળવી હતી. તેણે દેવવિમાન જે જિનપ્રાસાદ બંધાવ્યો. આ. વિજયદાનસૂરિના ઉપદેશથી સંઘપતિ બની શત્રુંજય મહાતીર્થને છરી પાળતા યાત્રા સંઘ કાઢયો હતો. આથી તે સંઘપતિ કહેવાય. તેણે શત્રુંજય તીર્થમાં દેવવિમાન જે જિનપ્રાસાદ બનાવ્યો અને દેરી બંધાવી. તાલધ્વજતીર્થ તથા ગિરનાર તીર્થમાં જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેને પડ્યા નામે પત્ની હતી અને વિમલદાસ નામે પુત્ર હતો. તે ત્રણેએ ગુરુદેવના ઉપદેશથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે ‘કલ્પસૂત્ર”ની “કિરણાવલી”ની સેંકડો પ્રતિઓ લખાવી હતી.
શેઠ વિમલદાસ – તેણે ગુરુદેવોના ઉપદેશથી મહોધર્મસાગરગણુ રચિત “કલ્પસૂત્ર” ઉપરની “કિરણાવલી” ટીકાની સેંકડે પ્રતિ લખાવી હતી.
(– કલ્પકિરણાવલી પ્રશસ્તિ શ્લો૧૫ થી ૨૪) શેઠ રામજી ગંધારિયો–તે ગંધારને વતની હતો. વર્ધમાન શ્રીમાલીને પુત્ર હતો. કોટિધ્વજ વેપારી હતો. પરમ જિન હતો. વહાણવટું કરતો હતો. વહાણ અને વહાણને લગતો સામાન વેચતો હતે. તે તપાગચ્છના ભટ્ટાવિજયદાનસૂરિ, આ વિજયહીરસૂરિ આ વિજયસેનસૂરિને ભક્ત હતો.
તેણે સં. ૧૬૧૯-૨૦માં આ૦ વિદાનસૂરિના ઉપદેશથી શત્રુંજય મહાતીર્થનો છરી પાળતો યાત્રાસંઘ કાઢયો હતો. શા પ્રતિષ્ઠા તથા તેમના પુત્રએ સં. ૧૯૫૬ના વૈ૦ સુત્ર ૭ને બુધવારે ભ૦ ઋષભદેવની
ચરણપાદુકાની અંજનશલાકા કરાવી હતી.
શા કુંઅરજી ગાંધીએ આ૦ વિજયસેનસૂરિના હાથે સં. ૧૬૫૪ના શ્રાવ વ૦ ૯ ને શનિવારે કાવીમાં રત્નતિલક પ્રાસાદની પ્રતિષ્ઠા સં૦ ૧૬૫૬ના મા૦ સુલ ૫ ના રોજ અમદાવાદમાં ભ૦ ધમનાથની પ્રતિમાની અંજનશલાકા, સં૦ ૧૬૫૬ના વિ૦ સુ૦ ૭ને બુધવારે અમદાવાદમાં ભ૦ ઘર્મનાથનું પરિકર, ભ૦ શાંતિનાથ, ભ૦ સંભવનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા વગેરે અને અંજનશલાકા કરાવી હતી.
એકંદરે આ પિતા-પુત્રે આ૦ વિજયસેનસૂરિના હાથે કાવીતીર્થની સ્થાપના કરાવી હતી, તે આજે પણ એક તીર્થ ધામ તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org