________________
સાઈઠમું]. આ૦ વિજયદેવસૂરિ
[૩૨૧ નેણસી મુહણાતને ૧ કરમશી, ૨ વેરશી અને ૩ સમરસિંહ એમ ત્રણ પુત્રો હતા.
૨૮. કરમસી વગેરે– આ ત્રણે ભાઈ એ રાજસેવામાં દાખલ થયા. મહારાજા જસવંતસિંહે એ ત્રણે ભાઈઓ તથા સુંદરદાસના પુત્રને પણ કેદમાં નાખ્યા. દીવાન નેણસી અને સુંદરદાસના મરણ બાદ તેમને છોડી દીધા. આથી તે બધા જોધપુરને પ્રદેશ છોડી નાગર જઈ વસ્યા અને રાવ રામસિંહની સેવામાં દાખલ થયા.
રાવ રામસિંહ તે સં. ૧૭૩૨માં દક્ષિણના સેલાપુરમાં યે ત્યારે કરમસીને સાથે લઈ ગયો હતો. તે રાજા સં. ૧૭૩૨ના અષાડ વદિ ૧૨ના રોજ અચાનક બીમાર પડ્યો અને ચાર ઘડીમાં જ મરણ પામ્યો. તેની દવા ત્યાંને હિંદુ વિદ્ય કરતો હતું, જે માત્ર મરાઠી કે ગુજરાતી ભાષા જાણતો હતો. રાજાના કર્મચારીએ તેને પૂછયું: “મહારાજાનું અચાનક મરણ કેમ થયું ?” વૈદ્ય કહ્યું : “કરમાને દેષ છે.” (કર્મને દોષ છે. ) પણ કર્મચારીએ એ ઉત્તરનો સાર એ કાઢયો કે, “કરમસી, મુહeતે ઝેર આપવાથી રાજાનું મરણ થયું છે.” આમ માની કર્મચારીએ કરમસી મુહણાતને જીવતો દીવાલમાં ચણ દીધો.
૨૯. સામંતસિંહ અને સંગ્રામસિંહ મુહણત – રામસિંહના પુત્ર રાવ ઇંદ્રસિંહે કરમસી મુહણાતના પુત્ર પ્રતાપસિંહ મુહણાત તથા તેના કુટુંબના ઘણાને ઘાણીમાં પિલાવી મારી નાખ્યા. આમ બનવાથી કરમસી મુહતની સ્ત્રીઓ પોતાના પુત્ર સામંતસિંહ અને સંગ્રામસિંહને લઈને નાસી અને કિસનગઢ જઈને વસી. પછીથી તે બધાં બિકાનેરમાં જઈ વસ્યાં.
જોધપુરનો ૨૩ અજિતસિંહ (સં. ૧૭૫૧ થી ૧૭૮૧ સુધી) રાજા થયે. તેણે સામંતસિંહ અને સંગ્રામસિંહને જોધપુર લાવી વસાવ્યા, તેમને નોકરી આપી ને જાગીર આપી.
૩૦. ભગવતસિંહ મુહણેત. સવાઈરામ, સવાઈકરણ, શુભકરણ, ત્તિકરણ મુહણાત.
૩૧. સુરતરામ મુહણેત – તેને જોધપુરના ૨૬માં મહારાજા વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org