________________
સાઈઠમું] આ૦ વિજ્યદેવસૂરિ
F૩૨૫ જિનપૂજા માટે ખરચ આપ્યો.
૪. ગજસિંહ યુવરાજ
૧ જગમલ – મેડતાથી નૈઋત્ય ખૂણામાં ૧૪ માઈલ દૂર રહેલ કિર્કિંધા (કેકિંદ)ને વતની હતો. ઉછતવાલ ગાત્રને ઓશવાલ હતે. ધનાઢય હતો. જૈનધમી હતો. ભટ્ટા, હેમલવિમલસૂરિના શિષ્ય પં. વાર્ષિગણ (પં. વિજયવિમલ)ના શિષ્ય ઉપાય વિદ્યાધરવાચકનો એ શિષ્ય હતો. તેણે તેમની પાસે ૩૨ વર્ષની ઉંમરે જોધપુરમાં ચોથું વ્રત સ્વીકાર્યું હતું.
૨ નથમલ – તે પુણ્યાત્મા હતા. મેદાની હતે. રાજમાન્ય હતે. તેને ગુર્જરદે નામે પત્ની હતી, જે ઘરકાર્યમાં પ્રવીણ હતી. તે સુશીલ અને દેવ-ગુરુ-ધર્મમાં ભક્તિવાળી હતી.
૩ નાપાજી–તે લોકપ્રિય હતો. ધમ હતો. તેને નવલદે નામે પત્ની હતી. તેમને ૧. આશરાજ (પની સરૂપાદેવી), ૨. અમૃત (પત્ની સૌલિકાદેવી) ૩. સુધર્મ (પત્ની ધારકા), ૪. ઉદય (પત્ની ઉછરંગદેવી) અને ૫ શાર્દુલ એમ પાંચ પુત્રો હતા.
આશરાજને ૧ વીરમ અને ૨ જીવરાજ એમ બે પુત્રો હતા. અમૃતને ૧. મનહર અને ૨. વર્ધમાન પુત્રો હતા.
શેઠ નાપાએ ઉપર બતાવેલા પોતાના પરિવાર સાથે સં. ૧૬૫માં શત્રુજતીર્થની યાત્રા કરી. સં. ૧૬૬૪માં આબુ, રાણકપુર, નાડલાઈ અને શિવપુરી ( સિરોહી)ની યાત્રા કરી. શેઠ નાપા અને શેઠાણી નવલદેએ સં. ૧૬૬૬ના ફારુ શુ. ૩ના રોજ ચેાથું વ્રત સ્વીકાર્યું ત્યારે મોટો મહોત્સવ કરતાં ઘણું ખરચ કર્યું હતું. આ રીતે શેઠ નાપામાં દાન, શીલ અને પરોપકાર એમ ત્રણે ગુણેને મહાગ હતો.
શેઠ નાપા જાતમહેનતથી ન્યાયસંપન્ન વૈભવશાળી હતા. તેનું ફળ લેવા કેકિંદનગરમાં સં૦ ૧૬૬૫માં સલાટ તેડર પાસે ભ૦ આદિનાથને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યા. તેમાં મેટે મંડપ અને બંને બાજુએ બે ચોકીઓ બનાવી. ભટ્ટા, વિજયસેનસૂરિના પટ્ટધર બ૦ વિજયદેવસૂરિ ઉછતવાલ ગેત્રના ઓશવાલવંશના શણગાર હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org