________________
૩૩૬] જેન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ૬૧મા આચાર્ય વિજયસિંહસૂરિ જન્મ–મેડતામાં શેઠ નથમલ નાથજી શાહ ઓસવાલ જૈન અને તેમનાં પત્ની નાયકદેવીએ કુલ પાંચ પુત્રને જન્મ આપ્યો. ૧ જેઠે, ૨ જશે, ૩ કેશવજી, ૪ કરમચંદ અને ૫ કપૂરચંદ એમ પાંચ પુત્રો હતા. દીક્ષા – શેઠ નથમલ, શેઠાણું નાયકદે અને છેલ્લા ત્રણ પુત્રેએ ભટ્ટા. વિજનસેનસૂરિ પાસે દીક્ષા લીધી હતી.
૧-૨ શેઠ નથમલે જેઠા અને જેસાને ગૃહકાર્યભાર સોંપીને આ વિજયસેનસૂરિ પાસે સં. ૧૬૫૪ના મહાસુદિ રના દિવસે દીક્ષા લીધી પણ તેમનું દીક્ષિત અવસ્થાનું નામ જાણવામાં આવ્યું નથી. વળી, શેઠાણી નાયકએ પણ દીક્ષા લઈ સારી રીતે ચારિત્ર પાવન કર્યું.
૩ કેશવજી –તે શેઠ નથમલને ત્રીજો પુત્ર હતા. તેણે માતાપિતાની દીક્ષા પહેલા જ આશરે સં. ૧૬૪૪ પહેલાં નાની ઉંમરમાં દીક્ષા લીધી. ભ૦ વિજયસેનસૂરિએ તેને દીક્ષા આપી. મહ૦ કીર્તિ વિજયગણીના શિષ્ય બનાવ્યા અને તેમનું નામ મુનિ કાંતિવિજય રાખવામાં આવ્યું હતું. એટલે મુનિ કાંતિવિજય ભ૦ વિજ્યસેનસૂરિના હરતદીક્ષિત શિષ્ય હતા.
તેઓ અત્યંત ગુરુભક્ત હતા. ગુણના પક્ષપાતી ને મળતિયા સ્વભાવના હતા. વિદ્વાન અને કવિ હતા. તેઓ પંન્યાસપદ મેળવીને ઉપાધ્યાય બન્યા હતા. તેમના હસ્તાક્ષરો સુંદર હતા. આથી તેમના હાથે ઘણા શિલાલેખે અને ગ્રંથો લખાયા હતા.
ભટ્ટા. વિજયસેનસૂરિએ સં. ૧૬૪૫ના જેઠ સુદિ ૧૧ને સોમવારે ખંભાતના સાગવટ પાડામાં શેઠ વજિયા-રાજિયા પારેખના શ્રી. ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. મહાકવિ હેમવિજયગણીએ તેની પ્રશસ્તિ રચી. ૫૦ લાભવિજયગણુએ તેનું સંશોધન કર્યું. પંકાંતિવિજયગણીએ તેને શિલા ઉપર લખી અને સ્થપતિ શ્રીધરે તેને ઉત્કીર્ણ કરી.
મહ૦ કીતિવિજયગણીએ સં. ૧૬૯૦ના આ૦ સુ૦ ૪ના રોજ વડોદરામાં “વિચાર રત્નાકર” નામે ગ્રંથની રચના કરી. પં. કાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org