________________
ક૨૬ ] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ તેમની આજ્ઞાથી પધારેલા ઉપાય લધિસાગરણના હાથે પ્રતિષ્ઠા કરાવી.
મહાપંડિત પં. વિજયકુશલગણુના શિષ્ય પં૦ ઉદયરુચિ ગણુએ તેની ૪૬ કલેકપ્રમાણ પ્રશરિત રચી અને પં. સહજસાગર ગણી શિષ્ય ૫૦ જયસાગરે તેને શિલા ઉપર લખી અને તેને સલાટ તેડરે શિલા ઉપર ઉત્કીર્ણ કરી.
(– પ્રા. જે.સં ભા ૨, લે નં. ૩૭૭) શેઠ સૂરા રતના, શેઠ ધનજી સૂરા – અમદાવાદના શા. સૂરાના પુત્ર શા. ધનજીએ સં. ૧૭૧૨ના માગશરમાં અમદાવાદમાં આઠ હજાર મહમ્મદ ખરચી ભટ્ટાવિજયદેવસૂરિનો વંદના મહોત્સવ કર્યો ત્યારે આ૦ વિજ્યપ્રભસૂરિને ભટ્ટારક પદવી આપી.
શેઠ શિવા સમજી – અમદાવાદની ધના સુતારની પિાળના સં૦ જોગીદાસની દશા પોરવાડ પની જસમાદેને એમજી મામે પુત્ર હતો. મહો. ક્ષમાકલ્યાણજી “ખરતરગચ્છની પટ્ટાવલીમાં” લખે છે કે શિવા અને સમજી તે બંને ભાઈઓ હતા. તેઓ ચીભડાને વેપાર કરતા હતા. ભ૦ જિનચંદ્રસૂરિની કૃપાથી ધનવાન બન્યા. કિંવદંતી એવી મળે છે કે
શિવા સૌરાષ્ટ્રનો વેપારી હતા. તેણે વિપત્તિમાં અમદાવાદના શેઠ સામજી ઉપર રૂા. ૬૦૦૦૦ સાઈઠ હજારની હુંડી લખી મોકલી. તેમાં તેની આંખનાં આંસુનાં ટપકાં પડ્યાં હતાં. શેઠ સમજીએ તેને ભારે આબરદાર વ્યક્તિ હશે એવું અનુમાન કર્યું, આ વ્યાપારી વિપત્તિમાં આવીને ફસાઈ ગયા લાગે છે એમ સમજી તેની હુંડી સ્વીકારી
૧. આ મુનિચંદ્રસૂરિ (સં. ૧૧૩૯ થી ૧૧૭૮ ના શિષ્ય આ અજિતવિસરિ તથા શેઠ ધાંધલે સં૦ ૧૧૯૧માં જીરાવલતીર્થ સ્થાપન કર્યું.
આ વાદિદેવસૂરિએ અને શેઠ પારસદાસે કલોધીતીર્થ સં. ૧૨૦૪ના મહા સુદિ ૧૩ ને શુક્રવારે સ્થાપન કર્યું.
આ મુનિચંદ્રના સગાઓમાં ગુરભાઈ આ૦ આનંદ થયા. આ૦ આનંદે સં૦ ૧૨૩૦ ના અષાડ સુદિ ૯ને રેજ કિકિધામાં શેઠ ધાંધલના વંશજોએ બનાવેલ વિધિચત્યની પ્રતિષ્ઠા કરી.
(-પ્રા૦ જે. લે. ભા. , લે. નં. ૩૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org