________________
૩૦૨ ]
જૈન પરંપરાને તિહાસ
[ પ્રકરણ
સાથે અતરીક્ષજી તી, માણેકસ્વામી તીથ, તિલંગનુ* ગાલકુડી પાસેનુ‘ ભાગ્યનગર વગેરે સ્થળે પધાર્યા હતા. અને ત્યાં ભાગ્યનગરના બાદશાહ કુતુબશાહને ઉપદેશ આપ્યા હતા. તેની રાજસભામાં ભટ્ટોની સાથે શાસ્ત્રા કરી તેમને હરાવી જૈનધર્મના સારા પ્રચાર કર્યાં હતા.
આથી ભટ્ટોને ગચ્છનાયક ઉપર બહુમાન થયું હતું. બાદશાહ પ્રતિબેાધ પામ્યા હતા. અને આચાર્યએ સ’૦ ૧૬૮૭માં વિજાપુરમાં શા॰ દેવચંદની પહેલી જિનપ્રતિષ્ઠા કરી હતી અને ત્યાં જ ચામાસુ કર્યું હતું. શા દેવચંદે પ્રતિષ્ઠા ઉત્સવમાં સેાળ હજાર રૂપિયા ખચ્યા હતા અને તેણે સ૦ ૧૭૦૧માં વિજાપુરની બીજી પ્રતિષ્ઠામાં આઠ હજાર રૂપિયા આપ્યા હતા. ગચ્છનાયકે આ પ્રતિષ્ઠા ઉત્સવમાં જ મુનિ વીરવિજયગણીને પન્યાસપદવી અર્પણ કરી.
ભટ્ટારક વિજયદેવસૂરિ કુલપાકજી પધાર્યાં. ઉલ્લેખ મળે છે કે ૫૦ કૃષ્ણવિજયગણી તેમની સાથે હતા. તેમણે કુપાકમાં ‘કુલ્પાકમ’ડન ઋષભદેવ જિન સ્તવન ’ કડી : ૨૧ રચ્યું હતું.
(–જન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૮૮) મહા॰ ધ સાગરગણી લખે છે કે, ભ॰ વિજયદેવસૂરિએ ઔર‘ગાબાદમાં ચામાસું કર્યું, બીજો એવા ઉલ્લેખ મળે છે કે, ભ॰ વિજયદેવસૂરિ ઔર’ગાબાદમાં ચામાસું હતા ત્યારે મુનિ વિનીતવિજય તેમની સાથે હતા.
( – શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા॰ ૨, પ્ર૦ ૦ ૭૬૧)
પઢવીએ ગચ્છનાયકે દક્ષિણમાં એક નવા ઉપાધ્યાય અને ૮ પન્યાસા બનાવ્યા હતા. પછી તેએ ગુજરાતમાં પધાર્યા. તેમણે ત્યાં સૌં૦ ૧૬૯૩ના ફા॰ સુ૦ ૩ના રાજ મેાટી જિનપ્રતિષ્ઠા કરી હતી. તેમના ઉપદેશથી ત્યાં ઘણી જિનપ્રતિમાએ બની હતી અને તેની
૧ સંભવ છે કે, તેએ સ૦ ૧૬૯૯માં નહીં પણ સ૦ ૧૬૮૬માં ઔરગાબાદમાં ચે!માસુ હોય, કેમકે તે સ૦ ૧૬૮૭ થી ૧૬૯૪ સુધી દક્ષિણમાં વિચર્યાં હતા અને સ૦ ૧૬૯૯માં તે ઉદયપુરમાં ચામાસુ હતા.
ખીજી વિચારણીય વસ્તુ એ છે કે, ભા॰ ઔરગઝેબે સ૦ ૧૭૦૭માં ઔર ગામાદ વસાવ્યું હતું. તે સભવ છે કે, ગચ્છનાયક તે શહેરની જૂની વસ્તીવાળા ગામમાં ચામાસુ રહ્યા હોય. દક્ષિણમાં વર ́ગલ ગામ છે તેનું પ્રાચીન નામ રગલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org