________________
૨૮૪] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ શ્રીમાલી શક્યાને વંશ૧. સંઘવી નાહા –તે પાંડવોની ગુપ્ત નિવાસ ભૂમિ વેરાટનગરને
વતની હતા. તેને શ્રીદેવી નામે પત્ની હતી. ૨. સં. ઈશ્વર, પત્ની ઝબકૃ. ૩. સં. રત્નપાલ, પત્ની મેદાઈ. ૪. સં. દેવદત્ત, પત્ની ધમૂ. ૫. સં. ભારમલ્લ – તે બા, અકબરનો પ્રીતિપાત્ર અને રાજા - ટેડરમલને માનીતો હતો. રાજા ટોડરમલે તેને ઘણું ગામનો
રક્ષક નીમ્યો હતો. ૬. સં. ઈંદ્રરાજ – તેને બે પત્નીઓ હતી. ૧ જયવંતી અને
૨ દમયંતી. તેને ચૂહડમલ્લ નામે પુત્ર હતે. સં. ઈંદ્રરાજને બીજો ભાઈ અજયરાજ નામે હતે. તેને વિમલદાસ નામે પુત્ર હતો. જેને નગીના નામે પત્ની હતી. ત્રીજો ભાઈ સ્વામીદાસ નામે હતું, તેને પુત્ર સં૦ જગજીવન (પત્ની મોતી) પુત્ર સં૦ કચરા નામે હતો. - સંઘવી ઈંદ્રરાજને ચતુર્ભુજ નામે બીજો પુત્ર હતો. સં. ઈંદ્રરાજ વેરાટ ગામનો માલિક હતા. તેણે વિરાટમાં “ઈંદ્રવિહાર” નામે જિનપ્રાસાદ બંધાવ્યું. શાકે ૧૫૦૯ (સને ૧૬૪૪)ના ફાગણ સુદિ ૨ ને રવિવારે વૈરાટનગરમાં મૂળનાયક ભ૦ વિમલનાથ તથા ભ૦ પાર્શ્વનાથ, ભચંદ્રપ્રભ, ભ૦ ઋષભદેવ વગેરે પ્રતિમાઓ ભરાવી અને માટે ઉત્સવ કરી તેની જ ગુ. આ હીરવિજયસૂરિના શિષ્ય મહા કલ્યાણવિજ્ય ગણીના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ જિનપ્રાસાદની પ્રશસ્તિ પં. લાભાવિયે રચી. પં. સેમકુશલગણિએ શિલા ઉપર લખી અને તેને સરરફ ભગતે ઉત્કીર્ણ કરી.
(પ્રા. જે. લે, લેખાંકઃ ૩૭૯) થિર શાહ ભણશાલી – તે લોદ્રવાને વતની હતો. ઘીનો મેટ વેપારી હતા. તેને કૃષ્ણવેલી મળી જવાથી ધન વધતું ગયું. દ્રવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org