________________
ઓગણસાઈઠ)
ભકારક વિજયસેનસૂરિ
[૨૮૭
નહીં, તે જમીન ઉપરના ખર્ચની કિંમત, સરકારી કર, સર્વજાતની ફિક વગેરે હમેશને માટે માફ કરવામાં આવે છે.”
(– પ્રક૪૪, બ૦ જહાંગીરનું ફરમાન પૃ. ૧૦ થી ૧૫) આ. વિજયસેનસૂરિના સ્વર્ગગમન બાદ આ. વિજયદેવસૂરિ તપાગચ્છમાં નાયક બન્યા. પરંતુ તપાગચ્છમાં ૧ વિજયદેવસૂરિ સંઘ અને ૨ વિજયાનંદસૂરિ સંઘ એ બે પક્ષે પડયા હતા. બીજા પક્ષવાળાઓએ પં. સિદ્ધિચંદ્ર ખુલ્ફહમને મહોપાધ્યાય બનાવ્યા હતા અને તેમની દ્વારા પહેલા પક્ષને હલકો પાડવા બાદશાહ જહાંગીરના કાન ભંભેર્યા હતા કે આ૦ વિજયદેવસૂરિ આ વિજયસેનસૂરિની ગાદીએ છે તે તે પદને લાયક નથી આથી બા જહાંગીરે સં. ૧૯૭૪માં આ. વિજયદેવસૂરિને માંડવગઢમાં લાવી તેમની પરીક્ષા કરી તો તેમને ખરા સાધુ જાગી “મહાતપા'નું બિરદ આપ્યું હતું અને ચંદુ સંઘવીને આજ્ઞા કરી કે ગુરુજીને રાજદરબારમાં બાદશાહી વાજાં સાથે સ્વાગત કરી તમારા ઉપાશ્રયે લઈ જવા. ?
સંઘવી ચંદ્રપાલ (ચંદુ ) ગુરુદેવને સપરિવાર બાદશાહી વાજાંગાજાં સાથે ઉપાશ્રયે લઈ ગયા. સં ચંદ્રપાલે આ ગુરુસ્વાગતમાં આચાર્યશ્રીને પગલે પગલે સેનામહોર મૂકી લુંછણું કર્યું હતું અને યાચકને ઘણું દાન આપ્યું હતું.
(-તપાગચ્છ પટ્ટાવલી સમુ. ભા-૧, પૃ. ૮૩) બા, જહાંગીરે હીજરીસન્ ૧૨૭માં પં. કુશલવિજ્યગણી મારફત આ. વિજયદેવસૂરિને આનંદ-કુશળનો પત્ર લખી મોકલ્યો હતો તેમાં આચાર્યશ્રીને મોટા જ્ઞાની બતાવ્યા હતા.
શેઠ મેઘજી અને શ્રી લાડકીબાઈ – શેઠ મેઘજી તે દીવબંદરનો વતની હતો. રાજમા. મોટા વેપારી હતો. તે જન સંઘનો આગેવાન હતા. તેને લાડકીબાઈ નામે પ-ની હતી. તે બંને જ૮ ગુ. આ૦ વિજયહીરસૂરિનાં પરમ ઉપાસક હતાં. લાડબાઈ ધર્મપ્રેમી હતી. વિવેકી શ્રાવિકા હતી. તેની જીવનચર્યા જેઈ ફિંગી અને યવનો વગેરે પણ નમ્ર બની તેનાં ચરમ મસ્તક ઝુકાવતા હતા. તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org