________________
ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ
૨૭૭ હાથી આપ્યો. શેઠ થાનમલે તે હાથીને શણગાર પહેરાવ્યો અને તે શણગાર અફ઼ ભાટને દાનમાં આપ્યો.
શેઠ થાનમલજીએ સં. ૧૬૪૦માં ફત્તેહપુરમાં જિનપ્રાસાદ બનાવી તેની જ ગુડ આ હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. જ ગુ. આચાર્ય આ પ્રતિષ્ઠા ઉત્સવમાં પં. શાંતિચંદ્રગણીને ઉપાધ્યાય બનાવ્યા અને મુનિ ભાનચંદ્ર ગણીને પંન્યાસ બનાવ્યા. તથા બાદશાહ અકબરના પ્રીતિપાત્ર જેતા શાહને દીક્ષા આપી મહો૦ લાભવિજયના શિષ્ય બનાવી મુનિ જીતવિજય નામ આપ્યું.
શેઠ થાનમલજીએ સં. ૧૬૪૧માં અભિરામાબાદ (ઈબ્રાહીમાબાદ)માં જ૦ ગુ. આ. વિજયહીરસૂરિ પાસે પોતાના ઘર દેરાસરની પ્રતિષ્ઠા કરાવી અને સં. ૧૬૪૧માં અભિરામાબાદમાં તેમને ચાતુર્માસ રાખ્યા.
શેઠ થાનમલજી અને ભાનુમલ તથા કલ્યાણમલે લાહોરના ઉપાશ્રયમાં મહો. ભાનુચંદ્રગણીના ઉપદેશથી શાહજાદા જહાંગીર (સલીમ)ની વિષકન્યાની શાંતિ માટે શાંતિ અભષેક-શાંતિપાઠ કરાવ્યો.
શાભાનુમલ, કલ્યાણમલ–તે બંને ભાઈઓ હતા. આગરાના રહેવાસી હતા. ચારડિયા ગોત્રના ઓશવાલ જન હતા. ચારડિયાઓ શરૂઆતથી જ ઉપકેશગચ્છના અને વેતાંબર જન રહ્યા છે. બંને ભાઈ ઓ બાદશાહ અકબરના માનીતા હતા.
આ બંને ભાઈઓ જ ગુ૦ આ. વિજયહીરસૂરના ભક્ત હતા. તેઓ પણ આચાર્યશ્રીને ફત્તેહપુર સિકી લઈ આવવા શા થાનમાલની સાથે સાંગાનેર સામે ગયા હતા.
તે ભાઈઓએ સં. ૧૯૪૦માં આગરાના રોશન મહોલ્લામાં ચિંતામણિ પાર્શ્વનાથનું ચૈયાલય બનાવી તેમાં આ હીરવિજયસૂરિના હાથે ચિંતામણિ પાર્શ્વનાથની શ્યામ રંગની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.
તે પછી મહાભાનુચંદ્રગણુના પ્રયત્નથી બા. અકબરની પરવાનગી મેળવી તેને રંગમંડપ, શિખર વગેરે બનાવી માટે જિનપ્રાસાદ બનાવ્યો. જોકે તે જિનાલયના ચાલુ કામકાજમાં મુસ્લિમ અમલદારોએ દખલ કરી હતી પરંતુ મહો. ભાનુચંદ્રગણીએ તે બધાને કુનેહથી સમજાવી લીધા હતા.
( જુઓ પ્ર. પ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org