________________
ઓગણસાઈઠ ]
ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૬૭
આ પ્રતિષ્ઠા ઉત્સવમાં આહણપુરના વજા મહેશદાસને મંત્રી સુગુણ અહીં આવ્યું હતું. તેણે આચાર્યશ્રીને વંદન કરી સેનામહોરથી નવ અંગે પૂજા કરી હતી.
અહીં ઉપર્યુક્ત મંત્રી રાયચંદે બંધાવેલા શામળિયા પાશ્વનાથને જિનાલય ઉપરાંત બીજાં ૪ જિનાલયો છે.
કિસનગઢ તપાગચ્છના ભટ્ટારકેના કેટવાલની ગાદીનું ગામ છે. અહીં તપાગચ્છને જૂને મેટો ઉપાશ્રય છે, જેમાં હસ્તલિખિત પ્રાચીન ગ્રંથભંડાર છે.
આ વિસિંહસૂરિના શિષ્ય પં. ઉદયવિજ્યગણીએ સં. ૧૭૨૮માં અહીં ચોમાસું કરી સં. ૧૭૨૮ના દિવાળીના દિવસે કિસનગઢમાં “શ્રીપાલરાજાને રાસ” રચ્યો. તેમણે આ ગ્રંથની પ્રશસ્તિમાં સમકાલીન ઘણી ઐતિહાસિક વિગતો આપી છે.
તેઓ ભટ્ટા, વિયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. તે પછી સં. ૧૭૨લ્માં સેજિતમાં પંન્યાસ બન્યા પછી ચોગ્ય સમયે મહોપાધ્યાય બન્યા. મહોપાધ્યાય ઉદયવિજયગણીએ ભટ્ટા. વિજયસિંહસૂરિની આજ્ઞાથી કિસનગઢમાં શામળિયા પાર્શ્વનાથ જિનપ્રાસાદમાં આવે વિજયસિંહસૂરિની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરી.
કિસનગઢના સોની પન્નાલાલજી સિમલજી એશિવાલ જૈન હતો. તે તપાગચ્છનો વિવેકી શ્રાવક હતો. તે શામળિયા પાર્શ્વનાથ વગેરે ત્રણ જિનપ્રાસાદનો વહીવટ કરતો હતો. તેણે અમને એકવાર જણાવ્યું કે, “અહીના એક ગચ્છપ્રેમી ગુરુદ્રોહી જેને રાતે ત્રણ વાગે પરોઢિયે આ જિનાલયને ઉઘાડી સલાટને લઈને એમાં પ્રવેશ કર્યો અને તે ચરણપાદુકાઓ ઉખેડી નાખી ફેંકી દેવા સલાટને જણાવ્યું, પરંતુ તે જ સમયે મને સેની પન્નાલાલને મણિભદ્ર મહાવીરે બાલરૂપે સ્વપ્નમાં પ્રત્યક્ષ આવી અવાજ આપ્યો કે, “ઊઠ, શામળિયા પાર્શ્વનાથના જિનાલયમાં તરત પહોંચી જા, ઢીલ કરીશ તે મેટો અનર્થ થશે.”
“હું તરત ચાવીઓ લઈ જિનાલયમાં ગયો ત્યારે મને આવતા જોઈ તે ગુરુ દ્રોહી ખસિયાણ પડી ગયો અને જિનાલયમાંથી ચાલ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org