________________
૨૬૮]
જેન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ
ગયે. મેં સલાટને ધમકાવીને કાઢી મૂક્યો. પછી તે દિવસે જનસંઘને બોલાવી બધાની આગળ આ હકીકતની રજૂઆત કરી અને હવે પછી આવું ન બને તેની પાકી વ્યવસ્થા કરી.
કિસનગઢને રાજા રાઠોડ છે. વૈષ્ણવ ધર્મ પાળે છે. તેના પૂર્વજોએ અહીં પ્રાચીન કૃષ્ણમૂર્તિની પ્રતિષ્ઠા કરાવી છે. તેથી યાત્રાધામ છે. યાત્રાળુઓ એમ માને છે કે કિસનગઢની વિષ્ણુમૂર્તિનાં દર્શન કરીએ તો જ વિષ્ણધામની યાત્રા સફળ થાય.
જ ગુ. આ હીરવિજયસૂરિના મહ૦ સેમવિજયગણીની પર પરાના પં. ભીમવિજયજી ગણુ થયા, જેઓ વિદ્વાન અને ચમત્કારી પુરુષ હતા. તેમને બાટ ઔરંગઝેબ, નવાબે અને રાજાએ બહુ માનતા હતા, જે વિજયદેવસૂરિસંઘના ભવ્ય વિજય રત્નસૂરિ (સં ૧૭૩ર થી ૧૭૭૩)ની આજ્ઞામાં હતા.
(–પ્રક. ૪, પૃ. ૧૦૫) તે પં. ભીમવિજયજીએ સં. ૧૭૭૧માં કિસનગઢમાં ચોમાસું કર્યું અને સં. ૧૭૭૧ના ભાદરવા વદ અમાવાસ્યા ને રવિવારે મધ્ય રાતે કિસનગઢમાં કાળધર્મ પામી સ્વર્ગે ગયા.
જૈન સંઘે કિસનગઢની બહાર એક રથાનમાં તેમને અગ્નિસંરકાર કરી ત્યાં દેરી બનાવી તેમને ત્યાં સમાધિરતૂપ બનાવ્યું. ત્યાં જગદગુરુની વિશાળ દાદાવાડી કરી તેની ચારે બાજુએ મેટે કિલ્લે બંધાવ્યો.
કિસનગઢના નવાબને આ શાનદાર સ્થાન જઈ તેને પિતાના કબજા હેઠળ લઈ લેવાને લોભ લાગે પરંતુ પં. ભીમવિજયગણના મેટા શિષ્ય પં. મુક્તિવિજયગણીએ નવાબને મળી, ઉપદેશ આપી સમજાવીને આ સ્થાન સદાને માટે પિતાના અને જૈન સંઘના કબજામાં રહે એ પાકે બંદોબસ્ત કર્યો અને પોતે કિસનગઢના તપાગચ્છના જનસંઘને આ સ્થાન અર્પણ કર્યું.
(- જૈ૦ સ૦ પ્ર. કમાંકઃ ૧૫૦) આ સ્થાન આજે નિર્જન પ્રદેશમાં છે અને “હીરવિજયસૂરિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org