________________
૧૬૮] જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ ૬. સન ૧૮૬૪માં મુંબઈના રાણીબાગ ફંડમાં રૂા. ૧૦૦૦૦. ૭. સન ૧૮૬૩-૬પના ના ત્રિવષી દુકાળમાં જનતાને ખૂબ
મદદ કરી. ૮. વિ. સં. ૧૯૩૪ના દુકાળમાં જનતાને રૂા. ૨૦૦૦૦ની મદદ. ૯. ગુજરાત વર્નાકયુલર સેસાયટી ( ગુજરાત વિદ્યાસભા)ને
રૂા. ૨૦૦૦. ૧૦. (૧) નરોડા, (૨) સરખેજ, (૩) બરવાળા, (૪) ગુંદી કેઠ,
(૫) માતર, (૬) ઉમરાલા વગેરે સ્થળે ધર્મશાળાઓ
બંધાવી તેમાં રૂ. ૯૭૩પનું દાન આ બધાં પ્રજા-ઉપયોગી કાર્યો કરવાથી તા. ૧-૧-૧૮૭૬ (વિ. સં. ૧૯૩૨)માં તેમને ઓનરેબલ “રાવબહાદુરને ખિતાબ મળ્યા. વળી, તેમણે સન્ ૧૮૫૬-૫૭માં અંગ્રેજ સરકારની ટપાલની સુંદર વ્યવસ્થા કરી હતી તેથી લૈર્ડ ક્લાઈવે નગરશેઠના કુટુંબને વિવિધ પ્રકારની સનદો આપી હતી. (જેને ઐતિહાસિક રાસમાળા ભાત સમા
લયના પૃ. ૩૧, ૩૫) તેમના સમયે શ્રી શત્રુંજયના રખેપાની રકમ રૂા. ૧૦ થી ૧૫ હજારની નકકી થઈ. પાલિતાણાના ઠાકોરે તેમના ઉપર તૂટનું તહોમતનામું મૂકહ્યું હતું, પાલિતાણાના ઠાકોરે આ બાબત પોલિટિકલ એજંટ દ્વારા પોતાની થયેલી ભૂલની દિલગીરી દર્શાવી હતી.
( પ્રક. ૪૪, પૃ. ૧૫૧ ) તેઓ સં. ૧૯૪૩ના આ વદિ ૮ ના રોજ સ્વર્ગસ્થ થયા.
(ફાર્બસ, રાસમાળા – પ્રસ્તાવના ) જકાતને બદલે ઉચ્ચક રકમ – અમદાવાદની નાગરિક પ્રજાએ નગરશેઠ વખતચંદના સમયથી નગરશેઠના કુટુંબને “જમાબંદી ઉપર દરસેંકડે ચાર આના આપવાનું નકકી કર્યું હતું. બ્રિટિશ સરકારે તા. ૨૫–૭–૧૯૨૦ ( વિ. સં. ૧૯૭૬-૭૭)ના રોજ તે બદલ ઉચ્ચક રકમ રૂા. ૨૧૩૩ બાંધી આપ્યા. એ રકમ દર સાલના મે મહિનાની પહેલી તારીખે આપવાનું નક્કી કર્યું.
ચંદરવો –નગરશેઠ પ્રેમાભાઈએ સાગરશાખાના ભટ્ટારક શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org