________________
ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૫૩ ખંભાતમાં આચાર્યદેવના હાથે માટે જિનપ્રાસાદ અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ખંભાતના ચિંતામણિ જિનપ્રાસાદમાં ઉપરનો ભાગ અને ભેંય પણ બનાવી તેમાંયે મૂળનાયક ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની ૪૧ આંગળી ઊંચી અને ૭ ફણાવાળી પ્રતિમા પધરાવી હતી. તેની બંને બાજુએ ધરણેન્દ્ર તથા પદ્માવતીની મૂતિઓ બિરાજમાન હતી. ઉપરના ભાગમાં આ સિવાય મૂળ દેરાસરમાં ભ૦ શાંતિનાથની ૨૭ આંગળ ઊંચી નવી જિનપ્રતિમા વગેરે પ્રતિમાઓ પધરાવી હતી.
ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મૂળ જિનપ્રાસાદમાં નીચેના ભાગમાં ભોંયરામાં જિનાલય બંધાવ્યું હતું. ભોંયરું ખંડું હતું. દશ હાથ ઊંચું હતું. ભેંયરામાં ઊતરવા માટે પંદર પગથિયાં હતાં. ભોંયરાના દરવાજા ઉપર ગણેશ (અથવા શ્રી. પાર્શ્વનાથ ભ.)ની પ્રતિમા હતી. ભેાંયરામાં છ દરવાજા હતા. વીશ દ્વારપાલ હતા. પ્રતીહારો હતા. બાર થાંભલા હતા. સાત નાની દેરીઓ હતી. ભોંયરામાં જિનપ્રતિમા બેસાડી હતી. ધ્વજાદંડ પણ હતો. સાત દેરીઓમાં પચીસ જિનપ્રતિમાઓ પધરાવી હતી.
આ. વિજયસેનસૂરિએ સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૨ ને સેમવારે ખંભાતના સાગવટપાડામાં ભઇ ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં આ પ્રતિમા; ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમા, ભ૦ શાંતિનાથની પ્રતિમા, ભોંયરાની સર્વજિન પ્રતિમાઓ, દેવ-દેવીઓ વગેરેની પ્રતિષ્ઠા કરી હતી.
વિશેષ ઈતિહાસ મળે છે કે, આ વિજ્યસેનસૂરિએ સં. ૧૯૫૭ માં અમદાવાદની કોઠારી પળમાં ભ૦ મહાવીર સ્વામીના જિનાલયના ભોંયરામાં શા. પુણ્ય પાપ વગેરે ત્રણ ભાઈઓએ ભરાવેલ ભ૦ શીતલનાથ અને ભ૦ સંભવનાથની પ્રતિષ્ઠા કરી ત્યારે ખંભાતના શેઠ વજિયા-રાજિયા પારેખે ભરાવેલા ભ૦ ઋષભદેવની ૩૭ આગળ ઊંચી જિન પ્રતિમાની પણ અંજનશલાકા કરી હતી. આ પ્રતિમાને ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદના ભેંયરામાં પધરાવી હતી.
ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદની ૬૨ લોકાત્મક પ્રશસ્તિ પં. કમલવિજયગણના શિષ્ય મહાકવિ પં. હેમવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org