________________
ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૫૯ બાઈની હવેલી વચ્ચે મેટી ગુપ્ત સુરંગ બનાવી રાખી હતી. કેઈ અકસ્માત પ્રસંગે તે જિનપ્રતિમાઓનાં દર્શન-પૂજન માટે આવેલ શેઠ-શેઠાણી, શ્રાવક-શ્રાવિકાઓનું રક્ષણ થાય એવો પ્રબંધ કર્યો હતે.
સરસપુરના મૂળ જિનપ્રાસાદમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની સાથે બીજી પણ જિનપ્રતિમાઓ હતી. સંભવ છે કે શેઠે તે ત્રિગડાની ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમાને નીશાપોળના જગવલ્લભ પાશ્વનાથના ઉપરના ભાગમાં સ્થાપન કરી હોય !
એ પણ ઉલ્લેખ મળે છે કે શેઠ વખતચંદ, શેઠાણી જડાવબાઈ, તેમના સાત પુત્ર, સાત પુત્રવધૂઓ, પુત્રીઓ વગેરેએ સં૦ ૧૯૦૩માં (૧) ભ૦ ચિંતામણિ જિનપ્રાસાદ, (૨) શ્રી. આદીશ્વર જિનપ્રાસાદ, અને (૩) સં. ૧૮૫૫માં અજિતનાથ જિનપ્રાસાદને માટે જીર્ણોદ્ધાર કરાવ્યો. ભંહેમસાગર તથા ચમત્કારી યતિવર પં. અમૃતવિજય ગણિવરના હાથે તે સૌની ફરીથી પ્રતિષ્ઠા કરાવી ત્યારે જિનપ્રતિમાઓ, દેવ-દેવીઓની મૂતિઓ, જિનચરણપાદુકાઓ વગેરેની પણ પ્રતિષ્ઠા કરી હતી અને શેઠ-શેઠાણુની યુગલમૂર્તિ પણ બનાવી ઊભી રાખી હતી.
ભ, આદિનાથના ભોંયરામાંથી ભ૦ ધર્મનાથને સં. ૧૮૬૦માં ઉપર પધરાવ્યા હતા.
આ જીર્ણોદ્ધાર વખતે તે જિનાલયેની વચ્ચેની સુરગ બંધ કરી દીધી હતી. આજે ગટરો થવાથી ત્યાં ઉપરના ભાગોમાં પાકા રસ્તા બની ગયા છે.
જૂનું ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર અમદાવાદમાં વાઘણપોળમાં વિદ્યમાન છે અને તે નામથી ઓળખાય છે, જે તીર્થરૂપ મનાય છે. જિનોને આ સ્થાન માટે એવો વિશ્વાસ છે કે કઈ પણ પુરુષ કે સ્ત્રી લાગલાગેટ ચિંતામણિ પાર્શ્વનાથનું છ મહિના સુધી અખંડ દર્શન કરે તે તેમનાં મનોવાંછિત ફળે છે. આથી દૂર દૂરના જેને-અજેનો અહીં નિરંતર દર્શન કરવા આવે છે.
અમદાવાદની રતનપળની વાઘણપોળમાં (૧) ભ૦ મહાવીરસવામી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org