________________
૨૫૮] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ યાદીમાં બનાવેલ ભ૦ આદીશ્વરના ભોંયરામાં પધરાવી. જેથી મોટી પ્રતિમાને નીશાપોળના જગવલભના દેરાસરના ભોંયરામાં પધરાવી, અને મૂળનાયક શામળા ચિંતામણિ પાર્શ્વનાથને ઝવેરીવાડના શેઠ વખતચંદના પુત્ર સૂરજમલના દેરામાં પધરાવી. આ દેરાસર આજે વાઘણપોળમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસર તરીકે પ્રસિદ્ધ છે.
મુસલમાનોએ સરસપુરના દેરાસરને વટલાવ્યું. રંગમંડપ, ધૂમટ, પૂતળીઓ તોડી-ફોડી બગાડ્યાં. આ દેરાસર સરસપુરની પશ્ચિમે બિસ્માર હાલતમાં વિદ્યમાન છે.
શેઠ શાંતિદાસના પૌત્ર શેઠ ખુશાલચંદ ઝવેરીએ વાઘણપોળમાં સં. ૧૮૦૦માં ભ૦ ઋષભદેવને મોટો જિનપ્રાસાદ કરાવ્યો હતો. તેમાં ભટ્ટાવ કલ્યાણસાગરસૂરિના હાથે ભોંયરામાં ભ૦ ઋષભદેવ તથા ભ૦ ધર્મનાથની પ્રતિષ્ઠા કરાવી હતી.
શેઠ વખતચંદ તથા શેઠાણી જડાવબાઈ એ ભટ્ટા ઉદયસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૮૫૫ના ફા. સુ. રના રોજ અમદાવાદની વાઘણપોળમાં ભગવે અજિતનાથને જિનપ્રાસાદ બંધાવ શરૂ કર્યો. તેમાં વિવિધ તીર્થ પટ્ટો અને વિવિધ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. આજે તેની દેરીઓમાં સં. ૧૬૮૨ની પ્રતિષ્ઠા કરેલી જિનપ્રતિમાઓ વિદ્યમાન છે.
સરસપુરના ચિંતામણિ પાશ્વનાથની જિન પ્રતિમાઓ ઉપરના ભ૦ આદીશ્વરના અને ભ૦ અજિતનાથના તથા જગવલ્લભ જિનપ્રાસાદમાં પધરાવવામાં આવી છે.
મૂળનાયક ચિંતામણિ પાશ્વનાથની પ્રતિમા ચામુખથી નાની હતી તેને શેઠ વખતચંદે હાલતુરત માટે કેાઈ ગુપ્ત સ્થાનમાં પધરાવી રાખી.
શેઠ વખતચંદને સાત પુત્રો હતા. તે પછીના છઠ્ઠા પુત્ર સૂરજમલે વાઘણપોળમાં વિશાળ જિનપ્રાસાદ બનાવ્યો હતો અને તેમાં ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા તેમણે કરાવી.
વૃદ્ધો કહે છે કે, શેઠ વખતચંદે ચિંતામણિ પાર્શ્વનાથ. ભ૦. અજિતનાથ તથા ભ૦ આદિનાથના જિનપ્રાસાદે અને શ્રી. ઉજમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary:org