________________
ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[૨૬૧ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને સં૦ ૧૬૪પમાં ગંધારમાં ચાતુર્માસ કર્યું. ત્યારથી ગંધાર બંદર તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું.
તપાગચ્છના આ સૌભાગ્યહર્ષસૂરિના શિષ્ય પં. કલ્યાણહર્ષે સં. ૧૫૯૪માં ગંધારમાં “કૃતવર્મા રાસ રચ્યા.
ગંધાર બંદર પહેલેથી જ જૈન વરતીથી ભરપૂર હતું. આભુ રિવાડના વંશજ વ્ય પરબત અને વ્ય, કાનજીએ સંડેરથી આવી ગંધારમાં મેટી જિનપ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે અચલગચ્છના આ જયાનંદસૂરિ તથા આ૦ વિવેકસૂરિ પાસે સમ્યકત્વપૂર્વક બાર વ્રત અને ચોથું બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યા. ત્યારે તેમણે ત્યાંના દરેક ઉપાશ્રયમાં કલ્પસૂત્રની પ્રતિઓ આપી હતી. દરેક ઉપાશ્રયમાં ગુરુઓની રૂપાનાણથી પૂજા કરી, જૈનોને જમાડી, વસ્ત્રોની પ્રભાવના કરી. સં. ૧૫૭૧માં જિનાગમ ગ્રંથભંડાર બનાવ્યા. તેમણે આ ભંડાર માટે સં. ૧૬૬માં ૪૦ ગુ. આ૦ હીરવિજયસૂરિના શિષ્ય પાસે નિશીથચૂર્ણિ'ની પ્રતિ લખાવી.
એ સમયે ગંધારમાં વ્ય પરબત, વ્ય. કાનજી, વ્ય સહસવીર, વ્ય૦ પોઈયા, વ્ય ઉદયકરણ, શ્રાવિકાઓ બાઈ વીકા, બાઈક, બાઈ રહી, બાઈ પિસી વગેરેએ ઘણુ ગ્રંથો લખાવ્યા. - ગંધારના શ્રી વર્ધમાન, રામજી શ્રીમાલી, સં૦ જીવંત પોરવાડ, વ્ય૦ વઈચા પરવાડ, વ્ય૦ સમસિયા પોરવાડ, દો કરણ, દો. હંસરાજ ગૂર્જર, દો. પચાણ, પરીખ મૂથા વગેરે પોરવાડ, શ્રીમાલી. તથા શ્રીમાલી પરીખ જનાઓ સં૧૬૨માં શત્રુંજય તીર્થમાં તપાગચ્છના ભટ્ટાવિજયદાનસૂરિ અને ભવ્ય વિજયહીરસૂરિ પાસે ઘણી દેરીઓની પ્રતિષ્ઠા કરાવી.
(- પ્રાજે. લેસંભા -- ) જ આ. વિજ્યહીરસૂરિ સં. ૧૯૩૮માં ગંધારામાં રામજી ગંધારિયાના આગ્રહથી પિતાના મોટા પરિવાર સાથે ચોમાસુ રહ્યા હતા. તેમને ત્યાં જ સિકરી પધારવા માટે બાદશાહ અકબરનું આમંત્રણ મળ્યું અને તેઓ ત્યાંથી સં૧૬૩૯ના માગશર વદિ ૭ ના રોજ ગંધાર બંદરથી વિહાર કરી સં. ૧૬૩લ્માં ફતેપુર સિકી પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org