________________
ઓગણસાઈઠ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[ ૨૫૧ ઝણસુત્ત”ની બહદવૃત્તિની પ્રાકૃત કથાઓને સંસ્કૃતમાં
ઉતારી. ૧૧ ભટ્ટાર લમીસાગરસૂરિ શિષ્ય મહા જ્ઞાનકીર્તિગણએ આ૦
મુનિસુંદરસૂરિને પૂછી પૂછીને “ઉતરાધ્યયનસૂત્ર” ની બૃહદવૃત્તિની પ્રાકૃત કથાઓને ધારી રાખી સં. ૧૫૨૦માં માંડવગઢમાં તેને સંસ્કૃતમાં લખી.
(– ભાંડારકર જે પ્રશ૦ ૦ ભા. ૧, પ્ર. નં. ૬૯૩) ૧૨ પં. નગર્ષિગણીએ સં. ૧૬૫૭ના વૈ સુત્ર ૭ને શુક્રવારે
હર્ષણ વેગમાં ભટ્ટા. વિજયસેનસૂરિના રાજ્યના આ૦ વિજયદેવસૂરિના યૌવરાજ્યમાં સંસકૃતમાં “સ્થાનાંગસૂત્ર”ની દીપિકા (ગ્રં ૧૮૦ ) રચી. તેનું પ૦ વિમલહર્ષગણીએ સંશોધન
કર્યું હતું. ૧૨ ૫૦ ગુણહર્ષગણુએ ભટ્ટાર વિજ્યદેવસૂરિના રાજ્યમાં “દિવાળી
સ્તવન” ઢાળઃ ૧૦ રચ્યું. તીર્થસ્થાપના–
આ. વિજ્યસેનસૂરિએ ઘણાં તીર્થોનાં જિનાલના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. ઘણું જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. ઘણું તીર્થોની સ્થાપના કરી હતી. તેમના સમયમાં વરકોણું તીર્થને જીર્ણોદ્ધાર થયો હતો.
નોંધ-–તેમણે પ્રતિષ્ઠા કરેલી પંચતીર્થ ધાતુ મૂર્તિઓમાં કલાભરી વિશેષતા જોવા મળે છે.
તેમણે સ્થાપેલાં તીર્થો આ પ્રકારે જાણવા મળે છે–
૧. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથ–ખંભાતમાં શ્રી આહણસી શ્રીમાલીના વંશમાં અનુક્રમે ૧ આહાણસી, ૨ દેહુણસી, ૩ ધનરાજ ૪ ઉહણસી, ૫ ચમરસી, ૬ અર્જુન, ૭ ભીમરાજ ૮ જર્કસન, ૯ વજિયા અને ૧૦ મેઘજી પારેખ થયા હતા.
(-પ્રક૪૫, પૃ. ૭૩) વજયા પારેખને વિમલદેવી નામે પત્ની અને મેઘજી નામે પુત્ર હતો. પુત્રવધૂનું નામ મયગલદેવી હતું. આ પારેખ કુટુંબ ૫૮ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org