________________
૨૨૨] જૈન પરંપરાનો ઇતિહાસ
[ પ્રકરણ આ. શ્રી વિજયસેનસૂરિએ સં. ૧૬૪લ્માં ગુરુની આજ્ઞા પ્રમાણે રાધનપુરથી વિહાર કર્યો. તેઓ પાટણ, આબુ, સિરોહી, રાણકપુર, વરકાણ, નાડલાઈ, ડીંડુઆણક, વૈરાટનગર, મહિમનગર, લોધિયાણું અને ગંજ થઈ સં. ૧૬૪૯ના ચૈત્ર સુદિ ૧૧ના રોજ લાહોર પધાર્યા.૧
લોધિયાણુથી લાહેર ૬ ગાઉ થાય. શેખ અબુલફજલને ભાઈ શેખ જી લોધિયાણામાં આવી આ૦ શ્રી વિજયસેનસૂરિને મળ્યો.
પં. નંદિવિજય ગણીવરે લેધિયાણામાં સૌની સામે આઠ અવધાન કર્યા. શેખ ફેજી તે જોઈ ખુશ થયો. તેણે બાદશાહ પાસે જઈ આ અવધાનની વાત જણાવી.
૫૦ ભાનુચંદ્રગણું ગંજમાં આ. વિજયસેનસૂરિની સામે આવ્યા.
આ૦ વિજયસેનસૂરિ લાહોર પધાર્યા. બાદશાહે તેમને ભટ્ટા વિજયહીરસૂરિના સુખ-સમાચાર પૂછડ્યા. આચાર્યશ્રીએ તેને જગદુગુરુ તરફથી ધર્મલાભ સંભળાવ્યો અને સારા સમાચાર પૂછયા. બાદશાહી રાજસભામાં
બાદશાહ અકબર રાજસભામાં બેઠા હતા ત્યારે આ સભામાં મંડોવરના રાજા મલદેવને પુત્ર ઉદયસિંહ, કચ્છનરેશ જ્ઞાનસિંહ, રાજા માનસિંહ, ખાનખાના અબુલફજલ, આઝમખાન, ભિલોટના ગઝનીખાન બીજા ઉમરા, હિંદુ રાજાઓ, મેગલ સરદારો, બ્રાહ્મણ, પંડિતો વગેરે બેઠા હતા.
બાદશાહ સૌ પ્રથમ પં૦ નંદવિજય ગણિવરનાં આઠ અવધાને અને તેમની યાદદાસ્ત જોઈ ખુશ થયા. તેણે તેમને “ખુશફહમ” નું બિરુદ આપ્યું. પ્રશ્નોના ખુલાસા :
બાદશાહ અકબરની સભાના પંડિત મૂંઝાયા. તેમને એમ થયું કે જૈન સેવડાઓ ત્યાગી અને વિદ્વાન હોય છે. જે આવે છે તે બાદશાહ ઉપર પ્રભાવ પાડે છે. આથી બાદશાહ જન તરફ વધુ ને ૧. મહિમનગરમાં જૈન ઘરે હતાં. તેઓ સાધુ મહારાજને ચોમાસું કરાવતા હતા. પં. કમલવિજય ગણિવરે સં૦ ૧૬૬૭માં હીસાર – મહિમમાં ચોમાસું કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org