________________
ઓગણસાઈઠ) ભટ્ટારક વિજયસેનસૂરિ
[ ૨૪૩ શેઠ શ્રીવંતને ત્રીજો પુત્ર મેઘા નામે હતો. તેનું લોકાગચ્છમાં મેઘજી ઋષિ નામ હતું. જગદ્દગુરુએ તેનું નામ મેરુવિજ્ય રાખી આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય બનાવ્યા.
આ મેરુવિજય મુનિ બુદ્ધિમાન હતા, તેથી આચાર્યે તેમને પંન્યાસ પદવી પ્રદાન કરી હતી. તેમણે યમકમય બે ચતુર્વિશતિ તેત્રો રચ્યાં હતાં.
નોંધ – મહ કલ્યાણવિજયગણીની પરંપરાના પંનયવિજય ગણીએ સં. ૧૬૯૨માં અમદાવાદમાં પોતાના શિષ્ય બાલમુનિ જશવિજય (યશવિજય)ને ભણવા માટે બે સ્તોત્રોની પ્રતિ લખી હતી.
૬૧ ૫૦ લાવણ્યવિજ્યગણી. ૬૨ મુનિ માણેકવિજ્યજી – તેઓ ચાંપાનેરથી આવી અમદાવાદની હાજા પટેલની પળમાં વસ્યા હતા. વાલેલા ગોત્રના દોશી લહુઆ (લવજી) શ્રીમાલી જનની પત્ની શા. ચાંપાદેના પુત્ર દો. પનજી (પનિયા)ના બીજા પુત્ર હતા. તેનાં મનરાજ, મનિયા શેઠ વગેરે બીજાં નામે પણ હતાં. તેમનું કુટુંબ મનિયાના નામથી વિખ્યાત હતું. તેની પત્નીનું નામ સં૫ર હતું.
તેને સં૦ ૧૬૪૦ના અ૦ સુ. ૧૧ના રોજ જન્મ થયો હતે. તેણે સાધર્મિક જેનોની વિવિધ પ્રકારે ભક્તિ કરી હતી. વીશાશ્રીમાલી જ્ઞાતિમાં સૌને મહાસુદી ગોઠવીને ખાંડ ભરેલી થાળી વહેચી હતી. તેણે પાંચપવીનાં પારણું કરાવ્યાં હતાં. અમદાવાદમાં સર્વ જિનાલમાં પૂજા ભણાવી હતી અને પાર્શ્વનાથને જિનપ્રાસાદ બંધાવ્યો હતો.
તેણે સં. ૧૭૦૨ના દુકાળમાં જનતાને વિવિધ જાતની મદદ આપી જગડુશાહની ઉપમા મેળવી હતી. તેણે ભ> વિમલનાથ વગેરે જિનપ્રતિમાઓ ભરાવી હતી. રત્નની ૨૧ જિનપ્રતિમાઓ ભરાવી હતી. આજે તેમના વંશજો પાસે રફટિકની જિનપ્રતિમા વિદ્યમાન છે.
તેણે રાણકપુર, હમીરગઢ, અચલગઢ, કુંભારિયાજી, મોઢેરા વગેરે સાત જન તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમાં કેઈ કોઈ પ્રતિમાલેખ આ પ્રકારે જોવા મળે છે. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org