________________
ઓગણસાઈઠ ] ભટ્ટારક વિજયસેનસૂરિ
[ ૨૨૫ ઉનાના સંઘે આ સમાચાર ગામેગામ મેકલ્યા. આ સમાચાર ભાદરવા સુદિ ૧૩ ના રોજ પાટણ પહોંચ્યા. આથી પાટણના સંઘે ભા.સુ. ૧૪ની સવારે ઉપાશ્રયમાં જગદ્ગુરુના દેવવંદન કરવા સંઘને એકત્ર કર્યો. સૌ આવ્યા. પોતાના પરિવાર સાથે ત્યાં હતા. તેણે સંઘ પાસેથી ગચ્છનાયકના સ્વર્ગવાસના સમાચાર જાણ્યા. પછી તો આચાર્ય મહારાજ અને સંઘ સાથે જ જગદ્ગુરુનું દેવવંદન કર્યું.
આચાર્યશ્રીને ઘણું દુઃખ થયું હતું. શ્રી સંઘે તેમને સમજાવી શાંત કર્યા. ગચ્છનાયક –
આચાર્ય વિજ્યસેનસૂરિ ગચ્છનાયક થયા. જૈન ગ્રંથકારો ગચ્છનાયક જગદગુરુ આ૦ વિજયહીરસૂરિને ગણધર શ્રી. સુધર્મસ્વામી અને આ વિજયસેનસૂરિને ગણધર શ્રી જે બૂસ્વામીની જેડીની ઉપમા આપે છે. કેમ કે તેઓ ભસ્મગ્રહ ઊતરી જવાથી તેમના શાસનમાં જ્ઞાન-દર્શન ચારિત્રમાં સર્વતોમુખી વૃદ્ધિ થયાનું તથા શ્રમણસંઘની ઉન્નિત થયાનું માને છે. તેમના હાથે ઘણું દીક્ષાઓ થઈ હતી. પ્રતિષ્ઠા –
આ ગચ્છનાયક આ૦ વિજયસેનસૂરિ, મહો. કલ્યાણ વિજ્યગણ પં. ધનવિજયગણી વગેરે પાટણથી વિહાર કરી ખંભાત પધાર્યા.
સં. ઉદયકરણે સં. ૧૬૭૮ના મહા સુદિ ૧૩ના રોજ જગશ્રુ શ્રી. હીરવિજયસૂરિ પાસે ભ૦ ચંદ્રપ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી. પણ તે વખતે બનાવેલી હીરવિજયસૂરિની ચરણપાદુકાની પ્રતિષ્ઠા બાકી રાખી હતી. તેની આ વિજયસેનસૂરિ, મહ૦ કલ્યાણવિજયગણ વગેરેના હાથે સં. ૧૬૩ર-પ૩ના માગશર વદિ સેમવારે ખંભાતના ભ૦ ચંદ્રપ્રભુના જિનાલયમાં પ્રતિષ્ઠા કરી. તેઓએ ખંભાતમાં ચોમાસું કર્યું.
સં. ૧૬૫૪ના મહા સુદિ પના રોજ અમદાવાદના અકમીપુરમાં ધનાઢય શેઠ મેટા શવજીના જિનાલયની પ્રતિષ્ઠા કરી અને તે જ ઉત્સવમાં મહા ધર્મસાગર ગણીના શિષ્ય પં. લબ્ધિસાગરગણીને
જે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org