________________
૧૮૦] જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ ૧. વીરસંવત્ – ભગવાન મહાવીરસ્વામીને નિર્વાણથી કાર્તિક
સુદિ ૧ થી શરૂ થાય છે. ૨. મૌર્યસંવત્ – વીરસંવત્ ૧૫૫માં મૌર્ય ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક થયો. વિક્રમ સંવમાં ૨૫૫ ઉમેરવાથી આ સંવત્
આવે છે. ૩. વિક્રમસંવત્ – વીરસંવત્ ૪૧૧ કાર્તિક સુદિ ૧ થી શરૂ
થયે. વિક્રમસંવમાં ૪૧૦ ઉમેરવાથી વીરસંવત્ આવે છે. ૪. શકસંવત્ - વિક્રમસંવત્ ૧૩૬ના ચૈત્ર સુદિ ૧ થી શરૂ થાય છે. ૫. ઈસ્વીસન્ – વિક્રમસંવમાં ૫૬-૫૭ ઘટાડવાથી આ
સંવત્ આવે. ૬. વલભીસંવત્ (ગુપ્તતસંવત્ ) – વિક્રમસંવત્ ૩૭૬ના કાર્તિક
સુદિ ૧ થી શરૂ. વિક્રમ સંવતમાંથી ૩૩પ ઘટાડવાથી આ સંવત્ આવે છે. ૭. વહીસંવત્ – વિક્રમસંવત્ ૪૭૨માં ચિત્યસ્થિતિ થઈ ત્યારથી ચિત્યવાસીઓએ પોતાના ભક્તોની વંશાવલિ લખવાની શરૂઆત કરી છે. જો કે અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં વિસં. ૭૭૨ થી વહીવંચાનો પ્રારંભ બતાવ્યો છે; પરંતુ પૂ. જયંતવિજયજી મહારાજે આ પટ્ટાવલીમાં ૩૦૦ વર્ષોનો ફરક આવે છે એમ શ્રી શંખેશ્વર તીર્થના ઈતિહાસમાં સ્પષ્ટ કર્યું છે. એ હિસાબે વિ. સં. ૪૭૨ અને પટ્ટાવલીના ૭૭૨ એ બરાબર છે. આ
સંવત્નું બીજું નામ ભાટસંવત્ કહીએ તોપણ ઠીક છે. ૮. ગુજરાત સંવત્ – અણહિલપુર પાટણની શિલા સ્થાપના સં.
૮૦૨ના વિશાખ સુદિ ૨થી થઈ છે. વનરાજ ચાવડાને રાજ્યાભિષેકવિધિ સં. ૮૨૧માં થયે છે એટલે વિ. સં.
૮૦૨ અને વિ. સં. ૮૨૧ એ ગુજરાત સંવત છે. ૮. શતાંક સંવત્ – ભારતીય સંવતવારીના અભ્યાસીઓ એમ
માને છે કે, પ્રાચીન કાળમાં ભારતમાં પાંચ ગુરુવર્ષ છેટ ૬૦ સંવતસરથી વર્ષમેળ લેવાનો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org