________________
ઓગણસાઈઠ ] ભટ્ટાર વિજયસેનસૂરિ
[૨૧૭ તિહાં નહીં મરકી અને દુકાળ,
એ ગુરુવાર વંદુ ત્રિકાળ. ૧૫ તેહ સમાન ગુણ રચણ નિધાન,
વિજયસેનસૂરિ યુગપ્રધાન શાંતિચંદ્ર વાચકને શિષ્ય,
અમરચંદ્ર નમે નિશાદિશ. ૧૬
(- યુગપ્રધાન સંખ્યા સક્ઝીય, ચો૦ ૧૬ ) “જેણઈ ઉસૂત્ર નિવારી દરઈ, વિમલ કિ મુનિપંથક વિજયસેનસૂરિ શિરોમણિ, ઉદયે મહાનિર્ચથ. ૬૪
(– વિનયવિજયજી, ગણધર પટ્ટાવલી સજઝાય, પટ્ટા
સ૦ ભા૨, પૃ૦ ૧૮૩ થી ૧૮૫)
ભટ્ટારક વિજયસેનસૂરિ જન્મ – મારવાડમાં જેસલ પહાડની પાસે નાડલાઈ ગામ છે. ત્યાં કર્માશાહ નામે ઓસવાલ જ રહેતા હતા. તેનાં પત્ની કેડમદેવીથી સં. ૧૬૦૪ના ફાગણ સુદિ ૧૫ ના રોજ એક બાળકનો જન્મ થયો. જન્મના શુભ મુહૂર્તમાં લગ્નકુંડલી આ રીતે હતી –
પહેલે સ્થાને વૃષભનું લગ્ન, ચેાથે સિંહનો ચંદ્ર, છઠું તુલાને રાહુ, આઠમે ધનને શનિ, નવમે મકરને મંગલ, દસમે કુંભનો રવિ તથા બુધ, અગિયારમે મીનને ગુરુ તથા શુક્ર અને બારમે મેષને કેતુ હતા. આ બાળક ગર્ભમાં હતો ત્યારે માતાએ સ્વપ્નમાં સિંહને જોયો આથી માતા-પિતાએ એ બાળકનું નામ જયસિંહ
રાખ્યું.
(– વિજય પ્રશસ્તિકાવ્ય, સર્ગઃ ૨, શ્લો૦ ૩૧. ૩૨, ૫૧ ) શા. કર્મશાહે સં. ૧૬૧૧માં ખંભાતમાં પત્નીની સમેતિ મેળવી તપાગચ્છના ભટ્ટારક શ્રી. વિજયદાનસૂરિ પાસે દીક્ષા લીધી. ભટ્ટા. શ્રી વિજયદાનસૂરિએ તેને દીક્ષા આપી, આ. વિજયહીરસૂરિના શિષ્ય તરીકે જાહેર કર્યા અને તેનું નામ રાખ્યું મુનિ કમલવિજય.
કેડમદેવને ભાઈ જયતો પાલી શહેરને સંઘપતિ હતો. તે તેની બેન કેડમદેવી અને ભાણેજ સિંહને પાલી લઈ ગયો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org