________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[૧૯૭ કરવા તથા માન્યતા પૂરવા આવે છે. સૌરાષ્ટ્રમાં વિવાહમાં “દડવાની રાંદલને નાંતરી તેનો ઘોડે ખુદાવે છે.
એ રીતે વિવાહવિધિમાં દડવાની રાંદલ એ પણ મુખ્ય સ્થાન ભજવે છે.
રાણપુરના નગરશેઠ કુટુંબના શા. લક્ષ્મીચંદ મોતીચંદ વગેરે જૈન ભાઈઓએ રાંદલની વાવ પાસે જાહેર મેટી ધર્મશાળા બંધાવી છે.
( – પ્રક. ૩૪, પૃ. ૩૮૬) વંશાવલી – આટલો પ્રાસંગિક ઈતિહાસ છે. હવે મઢડાના વતની બારોટ પ્રભુદાસ કુંઅરજી ધોળકાવાળાની વહીમાં રાણપુરના નગરશેઠના વંશની વંશાવલીમાં એક વંશતાલિકા મળે છે તે જોઈએ.
પૂર્વ ઘટના- રાઠોડે ભિન્નમાલમાં હતા, જે જૈન બન્યા. જૈનાચાર્યોએ તેઓને શ્રીમાલજ્ઞાતિમાં દાખલ કર્યા. તેઓનું નેત્ર રાઠોડ, કુલ ચવાલસ, અને કુલદેવી અંબાજી સ્થાપન કર્યા. તેઓ રાઠોડ શ્રીમાલી કહેવાયા.
આ વંશનો એક પુરુષ પોતાના કુટુંબ સાથે ભિન્નમાલ નગર ભાંગવાથી વહી સં. ૧૭૨ (વિ.સં. ૬૪૪) માં ભિન્નમાલથી નીકળી પાલી આવી વસ્યા. તેને વંશજો વહી સં. ૧૨ (વિ.સં. ૮૮૪) માં પાટણ આવી વસ્યા. તેના વંશજો વહી સં. ૮૭૨ (વિ.સં. ૧૩૪૪)માં પાલનપુર તાબે જગાણામાં જઈ વસ્યા. તેના વંશજ સં. ૧૩૬૮ માં જગાણુંથી નીકળી મૂળી જઈ વસ્યા. તેના વંશ સં. ૧૩૭રમાં મૂળીથી નીકળી રાણપુર આવી વસ્યા. ૧. શેઠ વીરસંગ – તે સં. ૧૩૭૨માં રાણપુર આવી વસ્યા.
ત્યાં તેને “નગરશેઠની પદવી મળી. ત્યારથી તે તથા તેના વંશજો રાણપુરા નગરશેઠ કહેવાયા. તે દશા શ્રીમાળી જૈન હતા. ૨. વાઘો-તે શેઠ વિરસંગની સાથે જ રાણપુર આવ્યું હતું. ૩. રતનસિંગ – તે શેઠ વિરસંગની સાથે જ રાણપુર આવ્યો હતો. ૪. શેઠ મેઘજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org