________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૯૧ તે પછી દર સે વષે સંવત્ બદલાતો હતો. આ જ રીતે વિ.સં. ૧૦૦૦ પછી હજારને અંક કાઢી નાખી બાકીના શતકના આંકે લેવાથી શતાંક સંવત્ આવે છે.
વાયડગચ્છના આ૦ શ્રી જિનદત્તસૂરિએ વાયડમાં સં. ૭માં પ્રતિષ્ઠા કરાવી છે તે સમજી શકાય છે કે આ સંવત્ ગુજરાત સંવત્ હશે અથવા શતાંક સંવત્ હશે.
(પ્રક. ૩૪, પૃ. ૫૫૪) શ્રીમાલનગર – આ નગરનાં ૧ શ્રીમાલ, ૨ રત્નમાલ, ૩ પુષ્પમાલ, અને ૪ ભિન્નમાલ નામે મળે છે. ચીનની ભાષામાં “પિ–લે
–લ” એવું નામ મળે છે. શ્રીમાલનગર એ ગુજરાતનું પાટનગર હતું એ સમયે ભિન્નમાલથી ગુજરાત–પાટણ સુધીને પ્રદેશ “ગુજરાત” કહેવાતો હતે.
( – પ્રક૩, પૃ. ૯૪) અંચલગચ્છની મોટી પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, શ્રી શંખેશ્વર – ગચ્છના આ૦ શ્રી ઉદયપ્રભસૂરિ સં૦ ૭૭૨માં આચાર્ય બન્યા. તેમણે સ'. ૭૯૫માં ભિન્નમાલના રાજા ભાણને શ્રાવકનાં બાર વ્રત આપ્યાં.
આ આચાર્યની વિદ્યમાનતામાં એટલે સં. ૭૭૨ થી સં૦ ૭૯૫ના ગાળામાં ચૈત્યવાસી જૈન આચાર્યોના સંમેલને શ્રાવકોની વહેંચણી અને તેની નેંધ રાખવાની વ્યવસ્થા માટે વહી લખવાનો પ્રારંભ કર્યો હતો.
પૂશ્રી જયંતવિજયજી મહારાજે બતાવેલા ફરક મુજબ સં. ૭૭૨ તે વારતવમાં ૪૭૨ સમજવો જોઈએ.
બીજા ઈતિહાસમાં ઉલ્લેખ છે કે વિ.સં. ૪૭૨ એ વહીવંચાએનો વહીપ્રારંભ દિવસ છે. તેઓ પ્રાયઃ ત્યારથી સાલવારી લખે છે. આનું બીજું નામ ભાયાવત સંવત્ પણ કહી શકાય.
ચૈત્યવાસીઓ ધીમે ધીમે શિથિલ થયા. તેમની પરંપરામાંથી મથેરણ, વહીવંચા, ભાટ, બારોટ વગેરે જ્ઞાતિઓ નીકળી છે.
શ્રીમાલનગરમાં પ્રથમ મૌર્ય પ્રતીહારોનું રાજ્ય હતું. વિક્રમ સંવ ૮૬૦માં રાફટ રાજા વીજા ગોવિંદ પડિહાર રાજા યશો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org