________________
અઠ્ઠાવન]
રાજનગરનો નગરશેઠ વંશ [૧૭૩ (૧૦) શેઠ મણિભાઈ – તે નગરશેઠ પ્રેમાભાઈને ત્રીજે નાને પુત્ર હતો. તેને માહિની નામે ભાર્યા હતી.
તેમને (૧) કસ્તૂરભાઈ (૨) ઉમાભાઈ એમ બે પુત્રો હતા. ઉમાભાઈના જીવનને મોટા ભાગ તેમણે હિંદ બહાર વિતાવ્યા છે. તેમનો જન્મ સને ૧૮૬૩ (વિ. સં. ૧૯૨૦–૨૧)માં થયો હતો અને તેઓ બે વાર અમદાવાદની નગરપાલિકાના અધ્યક્ષ બન્યા હતા. તેમને બબી નામે પુત્રી છે.
(૧૧) શેઠ કસ્તૂરભાઈ – તે બહુ બાહોશ, કાર્યદક્ષ અને ચતુર હતા. આ. શ્રી વિજયનેમિસૂરિના ભક્ત હતા. તેમણે જૈન સંઘના કેટલાક જરૂરી પ્રશ્નોની વિચારણા માટે વિનંતી કરી સં. ૧૯૯૧માં અખિલ ભારતવર્ષીય જૈન સાધુ સમેલન ભર્યું. તે સંમેલને કેટલાક ઠરાવ કરી ચર્ચાને પ્રશ્નોને શાંત કર્યા.
સં. ૨૦૦૪ના પિષ વદિ ૩ ના રોજ એમનું મૃત્યુ થયું. એમના પછી શેઠ પ્રેમાભાઈના પત્ર શેઠ વિમળભાઈ નગરશેઠ બન્યા.
(- ફાર્બસ, “રાસમાળા'- પ્રસ્તાવના) તેમનાં પત્ની માણેકબેન અમદાવાદનાં સુપ્રસિદ્ધ આગેવાન, દયાપ્રેમી, વિદ્યાપ્રેમી હતાં. શેઠ મેહનલાલ મગનલાલનાં પુત્રી હતી. તેઓ સુશીલ, વિવેકી, કાર્યદક્ષ અને ધર્મપ્રેમી હતાં. તેમને આંતરડાનું દર્દ હતું ને મરણ પામ્યાં. મૃત્યુના દિવસે આ ગ્રંથલેખક શ્રી દર્શનવિજયને ફળ વહોરાવી શુભ ભાવથી નવકાર ગણતાં સ્વર્ગસ્થ થયાં.
તેમને ૧. પ્રિયકાંત; ૨. અરુણ અને ૩. જગદીશ એમ ત્રણ પુત્રો અને ૧ પ્રિયંવદા, ૨ પ્રમીલા અને ૩ ઈલા એમ ત્રણ પુત્રીઓ હતી. તે સૌ વિદ્યાવ્યાસંગી અને ધર્મપ્રેમી હતાં. એમની પરંપરા આ પ્રકારે છે –
(૧૧) શેઠ કસ્તૂરભાઈ, ભાર્યા માણેકબેન. (૧૨) નગરશેઠ પ્રિયકાંત બાર-એટ-લેં. વિદ્યમાન છે. (૧૨) જગદીશભાઈ, ભાર્યા સુનીતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org