________________
૧૫૦ ]
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ श्रेष्ठि खुशालचन्द्रेण श्री आदिनाथबिम्ब कारित प्रतिष्ठित सकलसंघसाहाय्येन प्रतिष्ठित सागरगच्छे भ० श्री राजसागरसूरितत्पट्टे भट्टा श्रीवृद्धिसागरसूरि-तत्पभट्टा० श्री कल्याणसागरसूरिभिः।। संघस्य मुख्यविरुदधारिणा शान्तिदास शुभधर्मसूरिणा भद्र करोतु
સ્પષ્ટ વાત છે કે, “શેઠ ખુશાલચંદે સં. ૧૮૦૦માં પ્રાચીન જિનપ્રતિમાઓને સંસ્કાર આપી અથવા તેના જેવાં જ હૂબહૂ જિનબિંબ બનાવી શ્રી કલ્યાણસાગરસૂરિના હાથે સ્થાપન કર્યા છે.”
એ પણ ઉલ્લેખ મળે છે કે, શેઠ ખુશાલચંદ ગુજરાતના હીરા હતા. તેમને આસફઝા નિઝામ ઉમુક કહેતા. તેઓ સને ૧૭૪૮ (વિ. સં. ૧૮૦૫)માં સ્વર્ગસ્થ થયા.
ગાયકવાડ સરકારે તેમના કુટુંબને દર સાલ એક હજાર રોકડા રૂપિયા આપવાનો હક્ક લખી આપ્યો હતો. અને રાજ્યના ખરચે પાલખી સેંપી હતી.
(– ફાર્બસ રાસમાળા' પ્રસ્તાવના, “નગરશેઠ શાંતિદાસને રાસ- સમાલોચના” પૃ. ૩૧, ૩૩;
ગુજરાતનું પાટનગર અમદાવાદ] નગરશેઠ ખુશાલચંદને ત્રણ પુત્રો હતા. ૧. શેઠ નથુશાહ, ૨. શેઠ જેઠમલ અને ૩. શેઠ વખતચંદ.
૭, શેઠ નથુશાહ – આ શેઠ ખુશાલચંદનો મોટો પુત્ર હતો. ઉદાર હતો. ગર્ભશ્રીમંત, પરગજુ અને પ્રજાવત્સલ હતો. તેણે કટાકટીમાં અમદાવાદની પ્રજાના સંરક્ષણના કાર્યમાં પોતાનું ધન ખયું હતું. - (૧) સને ૧૭૨૫ (વિ. સં. ૧૭૮૨)માં મરાઠા સૈન્ય અમદાવાદને ઘેરો ઘાલી અમદાવાદ તાબે કરી જનતાને લૂંટવાનું નક્કી કર્યું હતું ત્યારે શેઠ ખુશાલચંદ તથા શેઠ નથુશાહે મરાઠા સરદારને મોટી રકમ આપી, ખુશ કરીને અમદાવાદને ઘેરે ઉઠાવડાવ્યા હતા. છે. અમદાવાદની પ્રજાએ આ અહેસાનના બદલામાં તેમને તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org