________________
અઠ્ઠાવન] રાજનગરને નગરશેઠ વંશ
[૧૫૭ સંઘમાં ગંગામાં મહત્વ અનુપમાદેવીને યાદ કરાવે તેવા ગંભીર અને પરમ ઉદારમૂતિ જેવાં પ્રતીતિ કરાવતાં હતાં. એ ચારે પ્રકારના સંઘની ગરિમા વહન કરતાં ધર્મમાતા જેવાં હતાં. એ જ કારણે તેમની ગંગામા તરીકે પ્રસિદ્ધ હતી.
તેમણે આ૦ શ્રી વિજયધર્મસૂરિના શિષ્ય અને ગુરુદેવના સ્થાનકવાસી સહયોગી મિત્ર પરમ શાંતમૂતિ પરમસંવેગી ચમત્કારી ખાખી મુનિ શ્રી રત્નવિજયજી મહારાજના ઉપદેશથી સં. ૧૯૬૭માં કાર્તિક વદિ ૯ થી માગશર વદિ ૧૦ રવિવાર સુધી અમદાવાદના ચારે સંઘને અમદાવાદની શહેરયાત્રા કરાવી. મુનિ શ્રી રત્નવિજયજી મહારાજે તેનું સ્તવન (રાસ) ઢાળ ૧૧ રચ્યું. આ મુનિશ્રીએ વિવિધ સ્તવને અને પદો પણ રચ્યાં છે. ને તે તા. ૧૩–૧–૧૯૧૦ના રોજ છપાવી પ્રસિદ્ધ કરાવ્યાં છે.
ગંગામાં પૂ. શ્રી નેમિસાગરજી મ. અને પૂર મૂલચંદજી મહારાજનાં અનુરાગી શ્રાવિકા હતાં. સાગરગચ્છના સર્વગીતાર્થ મુનિઓમાં ક્રિયાકાંડને લેપ, કપટકિયા કે પાંચ મહાવ્રતો માટેની શિથિલતા પેસી ન જાય તે માટે તકેદારી રાખતાં. કેઈમાં ઊણપ દેખે તે વાહલયી માતાની જેમ તેને ચેતવણી આપતાં. પોતાના પરિવારમાં ધર્મમર્યાદાનો ભંગ, અભય ભક્ષણ વગેરે ન થાય તે માટે સાવચેતી રાખતાં હતાં.
૧૧. સરદાર લાલભાઈ – તેમને જન્મ તા. ૨૫-૭–૧૮૬૩માં થયે હતો અને મરણ તા. પ-૬-૧૯૧૨ના બુધવારે થયું હતું.
તેમના જીવનકાળમાં તેમણે ઘણું ધર્મકાર્યો કર્યા હતાં. સં. ૧૯૬૮ના ફાગણ વદિ ૮ ને સોમવારે તા. ૨૮–૧૨–૧૯૧૨ના રાજ અમદાવાદમાં નગરશેઠના વંડામાં નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈની અધ્યક્ષતામાં ભરાયેલી શેઠ આણંદજી કલ્યાણજીની જાહેર શેકસભા મળી હતી. તેઓ તા. પ-૬-૧૯૧૨માં મરણ પામ્યા અને તા. ૨૧-૮-૧૯૧૨ના દિવસે શેઠ ચીમનલાલ લાલભાઈ પ્રેમાભાઈ મરણ પામ્યા. તે અંગે શોકસભામાં બીજે–ત્રીજે ઠરાવ કરી દિલગીરી દર્શાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org