________________
અઠ્ઠાવન ] રાજનગરને નગરશેઠ વંશ
[૧૬૧ તે ભટ્ટાશ્રી શાંતિસાગરસૂરિ અને તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદજી મહારાજનાં શ્રાવિકા હતાં. સાત ભાઈઓની વચ્ચે આ એક જ બહેન હતાં.
આથી શેઠ વખતચંદે પોતાના વારસામાં ૭ ભાઈઓની પુત્રીને પણ ૮ મે પુત્ર માની વાઘણપોળની હવેલી, બીજાં મકાને, મેટી મૂડી, દરદાગીના આપ્યા હતા.
શ્રી. ઉજમબાઈ એ ધર્મશાળામાં જ જીવન ગાળ્યું. તેમણે ભટ્ટાર શ્રી શાંતિસાગરસૂરિના હાથે ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી છે. શ્રી શત્રુંજય તીર્થમાં ઊજમબાઈની ટૂક કરાવી છે. શ્રી નંદીશ્વર દ્વીપને માટે જિનપ્રાસાદ તથા અમદાવાદના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં સં. ૧૯૦...માં શ્રી શાંતિનાથને ચૌમુખ જિનપ્રાસાદ વગેરે કરાવ્યાં છે.
તેમણે પૂ. શ્રી મૂલચંદજી ગણિવરના ઉપદેશથી પોતાની હવેલીને ચોગ્ય ફેરફાર કરી સં. ૧૯૨૮ના રોજ શ્રીસંઘને ધર્મધ્યાન કરવા માટે ધર્મશાળા બનાવી અને તપાગચ્છાધિરાજ પૂ. શ્રી મૂલચંદજી મહારાજ વગેરે જે દલપતભાઈ ભગુભાઈના વડાની મેડી ઉપર હતા તે સૌને ત્યાંથી અહીં પધરાવી હવેલીનું શ્રીસંઘને દાન કર્યું, તેનું તામ્રપત્ર બનાવ્યું. તેમણે પોતાના વસિયતનામામાં ધર્મશાળામાં બિરાજમાન મુનિવરોની ભક્તિ, પઠન-પાઠનની વ્યવસ્થા, ચાતુર્માસની વ્યવસ્થા તેમજ ધર્મશાળામાં તપ કરનારા છઠ્ઠ-અડ્ડમ વગેરેની ભક્તિ માટે વ્યવસ્થા કરી હતી.
૮. શેઠ હેમાભાઈ – તે નગરશેઠ વખતચંદની પરંપરાના પુત્ર હતા. તેમને સં. ૧૮૪૦માં જન્મ થયો અને ૭૩ વર્ષની ઉંમરે સં. ૧૯૧૪ના મહા વદિ ૧૧ના રોજ મરણ થયું હતું.
શેઠ હેમાભાઈ, તેમના ભાઈઓ, બહેન, પુત્રો વગેરે પરિવાર પૂ૦ મૂલચંદજી મહારાજના ત્યાગ, તપ, જ્ઞાન અને ધર્મધગશ તથા ઉપદેશથી અત્યંત પ્રભાવિત હતે.
પાલિતાણના ૧૨મા ઠાકર ઉન્નડજીએ સને ૧૭૫માં પેશકશી ઉઘરાવનાર શિવરામ ગારદાને આશરો આપ્યો. આથી ભાવનગરના ઠા ભાવસિંહજી સાથે વેર બંધાયું. શ્રી શત્રુંજયની ગાળીમાં બંને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org