________________
૧૨] જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ઠાકોરો લડ્યા. ઠાકર ઉન્નડજી નાસીને શ્રી શત્રુંજ્યની ગાળીમાં છુપાયે. પરિણામે પાલિતાણામાં ગામ ઉજજડ બન્યાં. ઊપજ ઘટી. ઉડાઉ ખર્ચ ચાલુ રહ્યો. રાજ્યને માથે ખરચ વધી ગયું. યુદ્ધ માટે આરબોને રોક્યા હતા તેનું મોટું દેવું થઈ ગયું. આથી નાણાંભીડ થઈ.
છેવટે ઠાઉન્નડજીએ નગરશેઠ વખતચંદ ખુશાલચંદને ત્યાં ગોંડલના ઠાકોર શુભાઇને વચ્ચે રાખી પાલિતાણું તથા બીજાં ગામે ઇજારે રાખી તેની માટી રકમ ઉપાડી કરજ ચૂકવ્યું.
ઈજારો – આમાં એવી વ્યવસ્થા હતી કે શેઠ મૂળ ગરાસિયાના હકકો ભેગ. પિતાના નેક કામદારો રાખી પાલિતાણા વગેરેની આવક લે અને દરસાલ ઠાકોરને રૂા. ૪૭૦૦૦ આપે. ઠાકર અગર તેના વંશજો આ કરજ પેટે ઉપાડેલી મૂળ રકમ પાછી ન વાગે ત્યાં સુધી આ પ્રમાણે ચાલે.
આ ઈજારો વિ. સં. ૧૮૩૬ થી ૧૯૦૦ (સને ૧૭૮૦ થી ૧૮૪૩) સુધી – એમ ૬૩ વર્ષ ચાલુ રહ્યો. આ ઈજારાના કાળમાં પાલિતાણાની પ્રજા આબાદ બની હતી. જનાએ પણ રાજ્યના કરવેરા, બહારની બ્રાહ્મણ–બાવાઓની જમીન વેચાણ રાખી, શહેરમાં જૈન ધર્મશાળાઓ બનાવી અને શ્રી શત્રુંજયતીર્થમાં ઘણી નવી નવી ટ્રકો બનાવી હતી. ૨૫મા ઠાપ્રતાપસિંહ સુધી સને ૧૮૪૪ સુધી આ ઈજા ચાલુ રહ્યો.
( – પ્રક. ૪૪, પૃ. ૨૪૪, ૪૫, ૨૪૮) નગરશેઠ હેમાભાઈ તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદજી મહારાજના ઉપાસક હતા.
જૈન સંઘે આ ઈજારાના રાજકાળમાં સને ૧૭૮૧માં વિ. સં. ૧૮૩૭ના ચૈત્ર સુદિ ૧૫ના દિવસે શ્રી શત્રુંજયતીર્થમાં વિમલવસહીના હાથીપળ પાસેના ચેકમાં સંઘનું એકમ બની રહે એ ઉદ્દેશથી નવાં જિનાલય બનાવવાની મનાઈ કરી.
( –એપિચાફિયા ઇંડિકા ભા–૨ જે બુહર, પ્રક. ૬
શિલા પર મે, જે ૫૦ ઈ. પ્ર. ૪૪, પૃ. ૨૪૫ ) ખુરશી – આ હિસાબે શેઠ હેમાભાઈ પાલિતાણા રાજ્યના આરામદાર હતા. આથી રાજકોટની હાઈ કોર્ટમાં સૌરાષ્ટ્રના જિલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org