________________
અઠ્ઠાવન ] રાજનગરના નગરશેઠ વંશ [૧૫૩ હતો, અને અમદાવાદને નગરશેઠ હતા. બાળપણથી જ તે બુદ્ધિમાન, કાર્યદક્ષ, ચતુર, પરગજુ અને ધર્મપ્રેમી હતો.
ઈતિહાસ કહે છે કે, કર્નલ હટલીએ વિસં. ૧૮૩૬ના મહા સુદ ૧૧ (તા. ૧૫–૧૧–૧૭૮૦ )ના રોજ અમદાવાદ સર કર્યું. અને અમદાવાદને લૂંટવાનો હુકમ આપ્યું ત્યારે શેઠ વખતચંદ ખુશાલચંદ, (૨) શહેર કાજી શેખ મહમ્મદસાલે તથા (૩) બાદશાહી દીવાન મિયાં મિરઝા અબુ એ ત્રણે જણાએ કર્નલ હર્ટલી પાસે જઈ કરગરીને લૂંટ બંધ રાખવી હતી અને શાંતિને ઢંઢરે પિટાવ્યો હતો.
(– અમદાવાદને પ્રાચીન ઇતિહાસ, ગુજરાતી પંચ સં. ૧૯૬૬ને દિવાળી અંક, સ્વ. મગનલાલ વખતચંદ કૃત અમદાવાદને ઇતિહાસ, પૃ૦ ૮૪,
ફાર્બસકૃત રાસમાળા – પ્રસ્તાવના ) નગરશેઠ વખતચંદ અને પાલિતાણાના ૧૨ મા ઠાઉન્નડજી બંને ગાઢ મિત્રો હતા. ઠા. ઉન્નડજીને ભાવનગરના ઠા૦ વખતસિંહજી સાથેની લડાઈમાં આર વગેરે સેનાનું ઘણું ખરચ થવાથી નાણાભીડ આવી. તેણે વિ. સં. ૧૮૩૬માં નગરશેઠ ખુશાલચંદને પાલિતાણું અને બીજાં ગામે ગોંડલના શુભાઇને વચ્ચે જામીન રાખી મૂળ ગરાશિયાના હકક સાથે ઇજારે આપ્યાં.
(– પ્રક૪૪, પૃ૦ ૨૪૪, ૨૪૫) અમદાવાદના સૂબાએ વિ. સં. ૧૮૬૪ ( સને ૧૮૦૮)માં અપુત્રીયાના ધનના વારસાહક્કો માટે ગરબડ કરી. આથી શેઠ વખતચંદે સૂબાને મળી–સમજાવીને નકકી કરાવ્યું કે “અપુત્રીયાનું ધન મરનારના દોહિત્ર કે પુત્રીને મળે.”
(- ગુજરાતનું પાટનગર અમદાવાદ, પ્રક. ૧૪,
પૃ૦ ૧૫૬, પ્રક. ૨૦, ૫૦, ૭૩૯ ) શેઠ વખતચંદ અને શેઠાણી જડાવબાઈનાં ઘર્મકાય ––
શેઠ વખતચંદને જડાવ નામે પની હતી તથા સાત પુત્ર હતા. આ જડાવબાઈ ખંભાતના શેઠ જયચંદ હીરાચંદની પુત્રી હતી.
શેઠ અને શેઠાણીએ કરેલા ધર્મકાર્યો જાણવા જેવાં છે. – ' '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org